અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ

શુક્રવારે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટાં પડયા હતા.સવારના ૦૬:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધીમાં નરોડા અને મણિનગરમાં સવા ઈંચથી  વધુ વરસાદ વરસી પડયો હતો.વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કરવામાં આવેલા ગણેશ આયોજનો ઉપર અસર વર્તાઈ હતી.આયોજનના સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.રામોલ, મેમ્કોમાં એક ઈંચ કરતા વધુ વરસાદ થતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરમાં સરેરાશ ૧૦.૩૨ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૩૬.૬૯ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.

Stormy rain with wind in Ahmedabad in the evening | અમદાવાદમાં અડધો ઈંચ  વરસાદ પડ્યો: એસજી હાઈવે, મણીનગર, વસ્ત્રાલમાં ધોધમાર પડ્યો, દિવસભરના ભારે  ઉકળાટ બાદ રાતે ...

શુક્રવારે રાત્રિના સુમારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ શહેરના ખાડીયા,રાયપુર, ખાનપુર સહિતના અનેક વિસ્તારમાં  એકાએક વરસાદ વરસી પડતા  અનેક વિસ્તારમાં કરવામાં આવેલા ગણેશ ઉત્સવના આયોજન ઉપર વરસાદની અસર જોવા મળી હતી.અનેક વિસ્તારમાં આયોજનના સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.વાસણા બેરેજ ખાતે ૧૩૩ ફૂટ લેવલ નોંધાયુ હતુ. એનએમસીમાંથી ૮૬૩૯ કયૂસેક પાણીનો સંત સરોવરમાંથી ૪૫૯ કયૂસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૮૭૦૦ કયૂસેક તથા કેનાલમાં ૨૫૫ કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના ગેટ નંબર-૨૫, ૨૬, ૨૮ ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.

ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા 1 - image

શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ

ઓઢવ          ૧૫

રામોલ          ૨૫

દાણાપીઠ      ૧૨

મેમ્કો            ૨૬

નરોડા          ૩૦

મણિનગર    ૩૦

વટવા          ૨૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *