દરરોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન હૃદય રાખશે તંદુરસ્ત

મગફળી – સીંગદાણા ફાઇબર સહિત ઘણા પોષક તત્વો થી ભરપૂર હોય છે. ફાઇબર એક પોષકતત્ત્વ છે જે હૃદયને પોષણ આપે છે.

Peanut (Roasted) - Parrot Supplies Australia

મગફળી મોંઘા ડ્રાય ફ્રૂટ્સનું ટક્કર આપતી ખાદ્ય ચીજ છે. મોટાભાગના લોકો સિઝનલ મગફળીનું સેવન કરે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે આખા વર્ષ દરમિયાન મગફળીનું સેવન કરે છે. શિયાળા ઉપરાંત અન્ય સીઝનમાં મગફળી ખાવાની પોતાની જ અલગ મજા હોય છે. મગફળી એ એક સુપરફુડ નાસ્તો છે જેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. લોકો તેને બાફીને, પાણીમાં પલાળી, શેકીને અને વિવિધ વાનગીઓમાં મિક્સ કરીને સેવન કરે છે. આ નાની અને સસ્તી મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રોટીન, હેલ્ધી ફેટ અને ઘણા પોષક તત્વોથી ભરપૂર આ મગફળી શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. ૧૦૦ ગ્રામ મગફળીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં

Roasted Peanuts (Salted, In Shell) - By the Pound - Nuts.com

કેલરી- ૫૬૭કુલ ચરબી- ૪૯ ગ્રામસેચ્યુરેટેડ ફેટ- ૭ ગ્રામકોલેસ્ટ્રોલ- ૦ મિગ્રાસોડિયમ- ૧૮ મિલિગ્રામપોટેશિયમ- ૭૦૫ મિલિગ્રામકુલ કાર્બોહાઇડ્રેટ્સ – ૧૬ ગ્રામડાયેટરી ફાઇબર- ૯ ગ્રામસુગર- ૪ ગ્રામપ્રોટીન- ૨૬ ગ્રામવિટામિન સીકેલ્શિયમઆયર્નવિટામિન ડીવિટામિન બી6કોબાલેમિનમેગ્નેશિયમ હાજર છે.

Legume of the month: Peanuts - Harvard Health

મેડિકલ ન્યૂઝ ટુડેના જણાવ્યા પ્રમાણે જો દરરોજ એક મુઠ્ઠી મગફળી કે સીંગદાણાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર મળે છે. ફાઇબર એક પોષકતત્ત્વ છે જે હૃદયને પોષણ આપે છે. AHAના રિપોર્ટ અનુસાર ફાઇબરથી ભરપૂર મગફળીનું સેવન કરવાથી લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધરે છે. મગફળી ખાવાથી હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ઓબેસિટી અને ટાઇપ ૨ ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. આવો જાણીએ રોજ મગફળી ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.

3,000+ Spanish Peanuts Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

વજન કન્ટ્રોલ કરે છે

મગફળીમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પેટ ભરેલું રાખે છે. ઓછી માત્રામાં તેનું સેવન કરીને વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે મર્યાદિત માત્રામાં મગફળી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.

બ્લડ શુગર કન્ટ્રોલ કરે છે

જે લોકોને બ્લડ શુગરનું પ્રમાણ વધારે હોય તેમણે રોજ મગફળીનું સેવન કરવું જોઈએ. મગફળી એક એવો ખોરાક છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ કરે છે. મગફળીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 23 છે જે ઓછો છે. મગફળીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ તેમાં પ્રોટીન, ચરબી અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. ફાઇબર પાચનક્રિયાને ધીમી કરે છે, જે શરીરને સતત ઊર્જા આપે છે. રિસર્ચ મુજબ મગફળીનું સેવન કરવાથી મેદસ્વિતા અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

કોલેસ્ટ્રોલ કન્ટ્રો કરે છે

દરરોજ મગફળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. મગફળીમાં મોનો-અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે, ખાસ કરીને ઓલેઇક એસિડ, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને એચડીએલના સ્તરને વધારવામાં મદદ કરે છે. તે કોરોનરી ધમની રોગને અટકાવી શકે છે અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે.

કેન્સર સામે રક્ષણ

મગફળી પોલિફેનોલિક એન્ટિઓક્સિડેન્ટ્સ, ખાસ કરીને પી-ક્યુમેરિક એસિડથી સમૃદ્ધ હોય છે, જે પેટમાં કાર્સિનોજેનિક નાઇટ્રોસેમાઇન્સના સ્તરને મર્યાદિત કરીને પેટના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. મગફળી કેન્સર સામે રક્ષણ આપે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *