UPI મારફત પેમેન્ટ કરનારા માટે મોટા સમાચાર

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ચોક્કસ પ્રકારની ચૂકવણી માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂપિયા ૫ લાખ કરી છે. આ સુવિધા ૧૬ સપ્ટેમ્બરથી અમલી બનતા હવે વેપારીઓ અને ગ્રાહકો માટે મોટી રકમના ટ્રાન્ઝેક્શન વધુ સરળ અને અનુકૂળ બનશે.

NPCI mandates Bharat QR codes for all UPI platforms

યુપીઆઇ ટ્રાન્ઝેક્શન મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા ૧ લાખ હતી

આ પૂર્વે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા ૧ લાખ હતી. જ્યારે કેપિટલ માર્કેટ્સ, કલેક્શન, વીમો અને ફોરેન ઇનવર્ડ રેમિટન્સ જેવી ચોક્કસ કેટેગરીઝ માટેની મર્યાદા રૂપિયા ૨ લાખથી થોડી વધારે છે. ૨૪ ઓગસ્ટના રોજ NPCIના પરિપત્રમાં જણાવવામાં આવેલા નવા પગલા હેઠળ કર ચૂકવણી, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને ચૂકવણી અને IPO અને RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ્સમાં રોકાણો સંબંધિત વ્યવહારો માટે આ મર્યાદા વધારીને રૂપિયા ૫ લાખ કરવામાં આવશે.

Banks Details - Alice Blue!

પ્રતિ-ટ્રાન્ઝેક્શન મર્યાદા અપડેટ કરવી આવશ્યક

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ જણાવ્યું હતું કે, બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડ અને યુપીઆઇ એપ્સે પરિશિષ્ટમાં ઉલ્લેખિત કર્યા મુજબ ચોક્કસ વેપારીઓની શ્રેણીઓ માટે પ્રતિ-ટ્રાન્ઝેક્શન મર્યાદા અપડેટ કરવી આવશ્યક છે. તેમજ આ અંગે સંસ્થાઓએ ખાતરી કરવી જરૂરી છે કે ‘MCC-૯૩૧૧’ હેઠળ વર્ગીકૃત કરાયેલા વેપારીઓ વિશિષ્ટ રીતે કર ચૂકવણીઓ કરે છે. તેમને સંપૂર્ણ વેરીફેશન બાદ જ આ સંસ્થાઓને ‘વેરિફાઈડ મર્ચન્ટ’ યાદીમાં ઉમેરવા જોઈએ.

कई UPI ID होने से हैं परेशान, ऐसे डिलीट करें Google Pay और PhonePe की  यूपीआई आईडी | 📝 LatestLY हिन्दी

પેમેન્ટ પદ્ધતિની વધતી જતી લોકપ્રિયતા

UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો NPCIનો નિર્ણય ભારતમાં પેમેન્ટ પદ્ધતિની વધતી જતી લોકપ્રિયતાને કારણે લીધો છે. NPCIએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે, યુપીઆઇએ એક પસંદગીની ચુકવણી પદ્ધતિ હોવાથી ચોક્કસ શ્રેણીઓ માટે યુપીઆઇ પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *