ઈસરો ચંદ્રયાન ૪ માટે કેટલો ખર્ચ કરશે?

ઈસરો ચંદ્રયાન ૪ લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. ગત વર્ષ ચંદ્રયાન ૩ સેટેલાઇટના ચંદ્ર પર સફળ ઉત્તરણ બાદ ઈસરો આગામી મિશન મૂન પર કામ કરી રહ્યું છે.

ISRO Chandrayaan 4 : ઈસરો ચંદ્રયાન 4 માટે કેટલો ખર્ચ કરશે? આ મિશન મૂન ભારત માટે કેટલું મહત્વપૂર્ણ છે?

ચંદ્રયાન ૩ સફળ થયા બાદ ઈસરો હવે ચંદ્રયાન ૪ મિશન માટે કાગીરી કરી રહ્યું છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ચંદ્રયાન ૪ મિશનને લીલી ઝંડી આપવામાં આવી છે. આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં આ વધુ એક મોટું પગલું માનવામાં આવે છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં મિશન ચંદ્ર અંગે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.

Cabinet's $2.7 billion funding for Isro's Chandrayaan-4 to Gaganyaan to  boost private firms | Today News

ચંદ્રયાન ૪ મિશન પાછળ કેટલો ખર્ચ થશે?

હવે ચંદ્રયાન ૪ મિશન વિશે વાત કરીએ તો આ માટે કેન્દ્ર તરફથી ૨૧૦૪.૦૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતનું મિશન ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓનું ઉતરણ કરાવવાનું છે. ઈસરો એ પણ જાણે છે કે ૨૦૪૦ સુધીમાં પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ચંદ્ર પરથી સરળતા પૂર્વક ધરતી પર પરત આવી શકાય છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦૨૭માં ઈસરો ચંદ્રયાન ૪ લોન્ચ કરશે, આ ચંદ્રયાન ૪ દ્વારા ભવિષ્યના તમામ મૂન મિશનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

Image

Image

ચંદ્રયાન ૪ મિશનની ખાસિયત

ચંદ્રયાન ૪નું ધ્યાન સચોટ લેન્ડિંગ, સેમ્પલ કલેક્શન અને સુરક્ષિત ધરતી પર વાપસી પર રહેશે. ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એક મિશન દ્વારા ભારત પોતાની અંતરિક્ષ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. ચંદ્રયાન ૪ વિશે એ પણ સામે આવી રહ્યું છે કે તે કુલ ૫ મોડ્યુલ પોતાની સાથે લઈ જશે. આ બધા મોડ્યુલો સાથે મળીને કામ કરશે અને ચંદ્ર પરથી જરૂરી નમૂનાઓ એકત્રિત કરશે. સમજવા જેવી વાત એ છે કે આ પહેલા માત્ર ચીન અને અમેરિકા જ આવા મુશ્કેલ મિશનમાં સફળ થયા છે.

જાપાન ભારતની મદદ કરશે

ઇસરો અધ્યક્ષ એસ.સોમનાથે ભારપૂર્વક જણાવ્યું છે કે ચંદ્રયાન ૪ એ માત્ર એક મિશન નથી જે ચંદ્ર પરથી પત્થર લાવશે. આ એવી ક્ષમતા બનાવવાનું કામ કરશે કે ભવિષ્યમાં મનુષ્ય ચંદ્ર પર જઈને ત્યાંથી સુરક્ષિત પરત આવી શકશે.

આમ જોવા જઈએ તો ચંદ્રયાન ૪ વિશેની માહિતી પણ સામે આવી છે કે ભારત અને જાપાન આ મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા છે. એવામાં JAXA એ લૂનર રોવરની જવાબદારી લીધી છે, તો બીજી બાજુ ઇસરો પોતાના લેન્ડરને તૈયાર કરી રહ્યું છે. લેન્ડર રોવરને લઇ જશે. આવી સ્થિતિમાં બંને દેશો ચંદ્રયાન 4ની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *