કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “અમે નક્સલવાદને ખતમ કરીશું. હું અપીલ કરું છું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે, તેમના હથિયાર છોડી દે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદીઓને હિંસા છોડી દેવા, શસ્ત્રો નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, “જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની મારી અપીલને સ્વીકારશે નહીં, તો અમે ટૂંક સમયમાં તેમની સામે મોટા પાયે ઓપરેશન શરૂ કરીશું.” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “અમે નક્સલવાદને ખતમ કરીશું. હું અપીલ કરું છું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે, તેમના હથિયાર છોડી દે. પૂર્વોત્તર અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તમારું પણ સ્વાગત છે પરંતુ જો એવું નહીં થાય તો અમે તેની વિરુદ્ધ અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળ પણ થઈશું…”