વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે જવા રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરીશ અને ન્યૂયોર્કમાં સમિટમાં પણ ભાગ લઈશ, શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ?

PM Modi leaves for his first State visit to US

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે શનિવારે વહેલી સવારે અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસની વાત કરીએ તો મોદી QUAD લીડર્સ સમિટમાં ભાગ લેશે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. દર વખતે અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ એનઆરઆઈ સાથે તેમના મનની વાત કરશે.

PM Modi US Visit: Modi leaves for historic US visit: 'Together we stand  stronger' | Latest News India - Hindustan Times

પોતાની મુલાકાત વિશે માહિતી આપતા વડા પ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરીશ અને ન્યૂયોર્કમાં સમિટમાં પણ ભાગ લઈશ. હું શહેરમાં એક સામુદાયિક કાર્યક્રમને પણ સંબોધિત કરીશ. હું યુએસએની મુલાકાતે જઈશ જ્યાં હું વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. હું રાષ્ટ્રપતિ બિડેન દ્વારા તેમના વતન વિલ્મિંગ્ટન ખાતે આયોજિત ક્વાડ સમિટમાં હાજરી આપીશ. હું સમિટમાં ચર્ચા વિચારણાની રાહ જોઈ રહ્યો છું. હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરીશ.…

Ahead of Modi's US visit, Nasa wants India to join lunar mission | India  News - Times of India

વડા પ્રધાન મોદીની વિદેશ પ્રવાસના મુખ્ય એજન્ડા વિશે વાત કરતા મોદી ક્વાડ સમિટ અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. વડા પ્રધાન ડેલાવેરમાં છઠ્ઠા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે જેનું આયોજન US પ્રમુખ જો બિડેન તેમના વતનમાં ૨૧ સપ્ટેમ્બરે કરી રહ્યા છે. ભારત ૨૦૨૫ માં ક્વોડ લીડર્સ સમિટનું આયોજન કરશે. ક્વાડમાં ચાર દેશોનો સમાવેશ થાય છેઃ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા.

Japan-Australia-India-U.S.(Quad) meetings | Ministry of Foreign Affairs of  Japan

વડા પ્રધાન મોદી AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા માટે મોટી યુએસ-સ્થિત કંપનીઓના CEO સાથે વાર્તાલાપ કરશે. તેઓ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે સક્રિય ચિંતકો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે. આ સાથે ૨૩ સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી ન્યુયોર્કમાં યુએનજીએ ખાતે ‘ફ્યુચર સમિટ’ને સંબોધિત કરશે.

Donald Trump Transparent | PNG All

અમેરિકામાં ચૂંટણીની કવાયત વચ્ચે હવે એક ચર્ચા એવી પણ છે કે, શું વડા પ્રધાન મોદી અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ? વડા પ્રધાન મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતના સમાચાર પર વિદેશ મંત્રાલયે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, અમે દરેક એંગલથી જોઈ રહ્યા છીએ, અમારી પાસે કેટલો સમય છે અને અમે કોની સાથે મળી શકીએ? અમે તમને મીટિંગ્સ વિશે અપડેટ રાખીશું. મોદી ટ્રમ્પની મુલાકાતનો પ્રશ્ન અચાનક જાહેરમાં આવ્યો અને વાયરલ થયો જ્યારે તાજેતરમાં ટ્રમ્પે તેમની ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, તેઓ એક મહાન નેતા વડા પ્રધાન મોદીને મળવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *