આજે બપોર સુધીમાં છોટા ઉદેપુરના સંખેડામાં વરસાદની ધબધબાટી

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ સિવાય આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું છે.

Gujarat Rain Update : આજે બપોર સુધીમાં છોટા ઉદેપુરના સંખેડામાં વરસાદની ધબધબાટી, બે ઈંચ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે વરસાદની માત્રા અને વિસ્તાર પણ એકદમ ઓછો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ સિવાય આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું છે. હવામાન વિભાગે આજના દિવસ માટે પણ ક્યાંક ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી નથી.

There was heavy rain in Chhota Udepur | Rain: છોટાઉદેપુરમા ભારે વરસાદ, અનેક  સોસાયટીમાં પાણી ભરાયા

સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪,શનિવારના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં બે ઈંચ જેટલો ખાબક્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

A change in the atmosphere of Chhota Udepur district | ગુજરાતમાં વરસાદની  એન્ટ્રી: વહેલી સવારથી જ છોટાઉદેપુર અને ઓલપાડમાં મુશળધાર વરસાદ; હજુ 5 દિવસ  ગુજરાતમાં ...

વરસાદે ત્રણ તાલુકામાં માત્ર હાજરી પુરાવી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શનિવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ગુજરાતમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બાકીના વિસ્તારોમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.

જિલ્લો તાલુકો વરસાદ (mm)
સુરત બારડોલી
ભરૂચ વાલિયા
સુરત મહુવા

ગુજરાતમાં આજના દિવસની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વરસાદની આગાહી પ્રમાણે આજે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદની સંભાવના નથી. ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટા પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ હળવાથી પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *