ભારતીય દૂતાવાસના અધિકારીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

એક અનુમાન આત્મહત્યાનું છે, તો આત્મહત્યા શા માટે કરી તેની તપાસ ચાલે છે.

અમેરિકાથી આવ્યા દુઃખદ સમાચાર, ભારતીય દૂતાવાસના અધિકારીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ 1 - image

અમેરિકાના ભારતીય દૂતાવાસમાં એક અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. આ અંગે સમાચાર સંસ્થાઓ જણાવે છે કે, આ નિધન અંગે સ્થાનિક પોલીસ તથા આંતરિક ગુપ્તચર એજન્સી એફ.બી.આઈ. (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) તપાસ ચલાવી રહી છે.

Indian Embassy official found dead under mysterious circumstances at  mission premises in Washington DC – India TV

બુધવારે બનેલી આ ઘટના પાછળ રહેલા વિવિધ કારણો શોધાઈ રહ્યાં છે. એક કારણ તેવું પણ લાગે છે કે, મૃતકે આત્મહત્યા પણ કરી હોય તો તે માટે કારણો શોધાઈ રહ્યાં છે.

Indian Embassy official found dead at mission premises in Washington DC |  India News - The Indian Express

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘એક અધિકારીનું નિધન થયું છે, દૂતાવાસમાં જ નિધન થયું છે.’ પરંતુ તેથી વિશેષ કશું કહેવામાં આવ્યું નથી.

Indian Embassy official found dead at mission premises in Washington DC

દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઘણાં દુ:ખ સાથે અમે જણાવીએ છીએ કે દૂતાવાસના એક અધિકારીનું ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના દિને સાંજે નિધન થયું છે.’ અમે તેઓનાં કુટુમ્બીજનો અને સંબંધિત સંસ્થાઓનાં સંપર્કમાં છીએ. તે દિવંગત અધિકારીનો નશ્વર દેહ ભારત પહોંચાડવાની તજવીજ ચાલી રહી છે.

Indian Embassy Official Found Dead Under Mysterious Circumstances In  Washington DC

દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘દિવંગતનાં કુટુમ્બીજનોની લાગણીને લક્ષ્યમાં રાખી અમો વધુ વિગતો જણાવી શકીએ તેમ નથી. અમારી ભાવનાઓ અને પ્રાર્થનાઓ દિવંગતનાં કુટુમ્બીજનો સાથે છે. તેઓની સમજદારી માટે પણ અમે આભારી છીએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *