પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે ક્વાડ સમિટ સંબોધિત કરતા કહ્યું કે,વિશ્વ સંઘર્ષ અને તણાવથી ઘેરાયેલું છે. અમે તમામ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ.
પીએમ નરેન્દ્ર મોદી ૩ દિવસ પ્રવાસ અમેરિકાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ક્વાડ સમિટમાં સંબોધન કર્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં દુનિયામાં ફેલાઇ રહેલી અશાંતિ અને તણાવ વિશે ચિંતા વ્યક્ત કરવાની સાથે સાથે નામ લીધા વગર ચીન ઉપર પર નિશાન સાંધ્યું હતું.
પીએમ મોદી ક્વાર્ડ સમિટ – વિશ્વ સંઘર્ષો અને તણાવથી ઘેરાયેલું છે.
પીએમ મોદીએ વિલ્મિંગ્ટનમાં ૬ઠ્ઠી ક્વોડ લીડર્સની સમિટમાં સંબોધન કર્યું છે. પીએમ મોદીએ ક્વાર્ટ સમિટે સંબોધતા કહ્યું કે, આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે વિશ્વ સંઘર્ષ અને તણાવથી ઘેરાયેલું છે. આવા સમયે, સમગ્ર માનવતા માટે એ મહત્વનું છે કે ક્વાડના સભ્યો લોકશાહી મૂલ્યોના આધારે આગળ વધે. અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને તમામ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, સ્વતંત્ર, મુક્ત, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક એ અમારી સહિયારી પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છે. અમે આરોગ્ય સુરક્ષા, જટિલ અને ઇમર્જિંગ ટેકનોલોજી, જળવાયુ પરિવર્તન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને ઘણી સકારાત્મક અને સમાવિષ્ટ પહેલ કરી છે.
અમારો સંદેશ સ્પષ્ટ છે : ક્વાડ સહાયતા કરવા, ભાગીદારી કરવા અને પૂરક બનવા માટે છે. વડા પ્રધાને યુએસ પ્રમુખ જો બિડેન , જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસની હાજરીમાં યોજાયેલી રાઉન્ડ ટેબલ દરમિયાન જણાવ્યું હતું .
પીએમ મોદીનો ૩ દિવસ અમેરિકા પ્રવાસ કાર્યક્રમ
પીએમ નરેન્દ્ર ૩ દિવસના અમેરિકા પ્રવાસ પર ગયા છે. પીએમ મોદી ૨૧ સપ્ટેમ્બરે ડેલાવેયરના વિલમિંગટનમાં વાર્ષિક ક્વાડ સમિટમાં સામેલ થયા છે. ત્યારબાદ પીએમ મોદી ૨૨ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના સભાને પણ સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી ૨૩ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. જ્યાં તેઓ ટેક્નિકલ ક્ષેત્રમાં કામ કરતી ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે કોન્ફરન્સ કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન તેમજ અન્ય ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.