અમદાવાદમાં ગેમ ઝોનને લઈ નવી sop જાહેર કરવામાં આવી છે. ગેમઝોન માટે હવે વધુ આકરા નિયમો પાળવા પડશે. લાયસન્સ વિના ચાલતા ગેમિંગ ઝોન સામે આકરા પગલા લેવાશે.
અમદાવાદમાં ગેમઝોનને લઈ નવી sop જાહેર કરવામાં આવી છે. ગેમઝોન માટે હવે વધુ આકરા નિયમો પાળવા પડશે. લાયસન્સ વિના ચાલતા ગેમિંગ ઝોન સામે આકરા પગલા લેવાશે. તેમજ બિલ્ડિંગમાં ગેમિજ ઝોન હોય તો અલગ ફાયર પ્લાન ફરજિયાત રહેસે. તેમજ ફ્લોર પ્લાનની વિહતો પણ ફાયર વિભાગને આપવાની રહેશે.
ગેમિંગ ઝોનમાંથી એક્ટિ માટે સીડી ખુલ્લી રાખવી ફરજિયાત છે. દાદરની જગ્યામાં પણ ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવાનાં રહેશે. કોઈ પણ ગેમિંગ ઝોન માટે મિનિમમ ૨૫ હજારની સ્ક્રૂટિની ફી ચૂકવવી પડશે.
મોલ તેમજ અન્ય જગ્યાએ ગેમિંગ ઝોનનાં નિયમો
મોલ તેમજ અન્ય જગ્યાઓ પર ગેમિંગ ઝોન માટે અલગ અલગ નિયમો છે. જેમાં બે મીટર પહોળી અલગ અલગ બે સીડી હોવી જોઈએ. તેમજ એન્ટ્રી અને એક્ઝિટનાં ત્રણ-ત્રણ મીટરનાં અલગ અળગ ગેટ તેમજ ફાયરનો અભિપ્રાય. તેમજ અલગથી બીયુ પરમીશન, આખા બિલ્ડીંગની ફાયર સેફ્ટી એનઓસી લેવી પડશે. તેમજ લિફ્ટ હોય તો તેનું લાયસન્સ તેમજ પોલીસની એનઓસી હોવી જરૂરી છે.
ફક્ત ગેમિંગ ઝોન માટે ઘડાયેલા નિયમો
પ્લોટની સાઈઝ ૨ હજાર ચોરસ મીટરથી વધુ તેમજ રોડ તરફનું માર્જિન ૧૨ મીટર જ્યારે અન્ય ત્રણેય બાજુ નવ-નવ મીટરનું માર્જિન, તેમજ એન્ટ્રી, એક્ઝિટનાં ૬-૬ મીટરનાં અલગ અલગ દરવાજા બધી દિશામાં ઈમરજન્સીનાં ૩ મીટર પહોંળા એક્ઝિટ તેમજ ગ્રાઉન્ડ ફલોર પર પ્લોટનાં ૩૦ % ભાગમાં જ બાંધકામ કરી શકાશે. તેમજ પ્લાટનાં ભાગનું ૫૦ % પાર્કિંગ ફાયર પોલીસની ઓનઓસી તેમજ બીયુ પરમિશન જોઈએ. તેમજ નવા બાંધકામમાં રજા ચિઠ્ઠી લેવી પડશે.