ડાયાબિટીસ દર્દી માટે ચોખા કરતા પૌંઆ શ્રેષ્ઠ

પૌંઆ અને ચોખા બંને અનાજ છે, પરંતુ બંનેમાં પોષક તત્વોનું પ્રમાણ ફાયદા અલગ અલગ છે. 

Health TIps: ડાયાબિટીસ દર્દી માટે ચોખા કરતા પૌંઆ શ્રેષ્ઠ, આયર્નની ઉણપ નહીં થાય, ફાયદા જાણી ચૌંકી જશો

ચોખા ભાત અને પૌંઆ બંને અનાજ છે અને બંનેનો ભારતમાં આનંદથી ખાવામાં આવે છે. ખાસ કરીને ભારતના દક્ષિણ ભાગમાં ખાસ કરીને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં પૌંઆનું સેવન કરવામાં આવે છે. પૌંઆ એક સુપાચ્ય ખોરાક છે અને તેને ઝડપથી તૈયાર પણ કરવામાં આવે છે, જેનું સેવન ઘણી વખત લોકો સવારના નાસ્તામાં અને દિવસમાં પણ કરે છે.

પૌંઆ એ પોષક તત્વોનો ખજાનો છે જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન્સ, એ, વિટામિન સી અને વિટામિન ડી હોય છે. આ બધા પોષક તત્વો શરીરના પોષક તત્વોની માંગને પૂર્ણ કરે છે અને શરીરને ઉર્જા આપે છે. પૌઆમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જેના કારણે લોકો તેનું સેવન વધારે કરે છે.

ભારતમાં દિવસમાં એક વખત ચોખા ખાત જરૂર ખાવામાં આવે છે. ચોખામાં ખાસ કરીને ફોલિક એસિડ, વિટામિન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ફાઇબર, આયર્ન અને ઝિંકમાં ૧૫ થી વધુ પોષક તત્વો જોવા મળે છે. ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે વધારે ખાવાની મનાઈ છે.

એઈમ્સના પૂર્વ સલાહકાર ડો.બિમલ ઝજ્જરે જણાવ્યું હતું કે, પૌઆ લોકોમાં સૌથી વધુ પસંદગીનો નાસ્તો છે. લોકો સવાર-સાંજ નાસ્તામાં તેનું સેવન કરે છે. પૌંઆ અને ચોખા બંને અનાજ છે પરંતુ બંનેના ફાયદા અલગ અલગ છે. ચોખાના ગુણધર્મો પૌંઆથી સંપૂર્ણપણે અલગ છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ પૌંઆ અને ચોખામાં બંને માંથી ક્યું વધારે શ્રેષ્ઠ છે.

diabetes symptoms diet food plan ડાયાબિટીસ માટે આહાર લક્ષણો

પૌંઆ અને ચોખા બંનેમાં કયું વધુ શ્રેષ્ઠ છે?

હેલ્થ એક્સપર્ટ્સના મતે પૌંઆમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય છે અને ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે. ચોખાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ૭૦ની આસપાસ અને પૌંઆનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ૫૦-૫૦ સુધી હોય છે. ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક સરળતાથી પચી જાય છે અને તેનું સેવન કરવાથી લોહીમાં સુગર લેવલ પણ સામાન્ય રહે છે. પૌંઆ એ ચોખા કરતા અનેકગણો સારો ખોરાક છે. પૌંઆ આયર્નથી ભરપૂર હોય છે. જો ચોખામાં એક મિલિગ્રામ આયર્ન હોય, તો પૌંઆમાં ૨૦ મિલિગ્રામ આયર્ન હોય છે. જો કોઈને એનિમિયા હોય તો તેણે પૌંઆનું સેવન કરવું જોઈએ, શરીરમાં આયર્નની ઉણપ મટી જશે.

પૌંઆમાં પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે જે ચોખામાં ખૂબ ઓછું હોય છે. આ ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે પૌંઆમાં લીંબુ ઉમેરશો, તો સ્વાદિષ્ટ થવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે.

BASMATI PAUNA RICE

ચોખાનું ઓછું સેવન કેમ કરવું જોઈએ?

પોલિશ્ડ ચોખામાં ફાઇબરનો અભાવ હોય છે. લો-ફાઇબર રાઇસનું સેવન કરવાથી પાચન પર અસર પડે છે અને બ્લડ સુગર પણ ઊંચું રહે છે. ચોખા અને પૌંઆની તુલનામાં પૌંઆમાં ફાઇબર વધારે હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *