પીએમ મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક

પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી.

PM Modi Meets Tech CEOs In New York, PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે. રવિવારે (ભારતીય સમય અનુસાર) પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી.

Talent-technology guarantees brighter future': PM Modi at CEOs meet in US |  Latest News India - Hindustan Times

CEO રાઉન્ડ ટેબલ મીટિંગમાં Adobeના ચેરમેન અને CEO શાંતનુ નારાયણ, Google CEO સુંદર પિચાઈ, IBMના CEO અરવિંદ કૃષ્ણા, AMDના ચેરમેન અને CEO લિસા સુ, મોડર્નાના ચેરમેન નૂબર અફયાન-ચેરમેન હાજર હતા.

What Indians get from 'Innovation Handshake' with Google, Apple, Microsoft  CEOs | Today News

મોટી યુએસ કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદીએ AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા ચર્ચા કરી હતી.

US visit Day 4: PM Modi meets top CEOs, hails mother of Kamala Harris. 10  points | Latest News India - Hindustan Times

બેઠક પહેલા પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વને નુકસાન પહોંચાડવામાં ભારતની કોઈ ભૂમિકા નથી. ભારતમાં વિશ્વની ૧૭ % વસ્તી રહે છે અને તેનું કાર્બન ઉત્સર્જન ચાર ટકાથી ઓછું છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત તમામ પ્રકારની ટેક્નોલોજી માટે લોન્ચિંગ પેડ છે. હવે દેશ ઇચ્છે છે કે વિશ્વભરમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપ્સ દ્વારા સંચાલિત ડિવાઇસ ચલાવવામાં આવે. તમે લોકો તમારી માતાના નામે એક વૃક્ષ વાવો. તે જન્મ આપનારી માતા અને ધરતી માતાને ધન્ય કરશે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમે ટૂંક સમયમાં ભારતમાં ઓલિમ્પિકના સાક્ષી બનશો. અમે ૨૦૩૬નું આયોજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વિશ્વના દરેક દેશ હવે ભારત વિશે વધુને વધુ જાણવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *