સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારના ૦૬:૦૦ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૩૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે.
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બફારાના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી ન હતી. અમદવાદમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારના ૦૬:૦૦ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૩૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેરગામ ૨૫ મીમી, વલસાડ ૨૪ મીમી, ચીખલી ૨૨ મીમી, વડોદરા ૧૭ મીમી, લીલીયા ૧૨ મીમી, વિજાપુર ૮ મીમી, ઉમરગામ, કપરાડા, પારડી, બાવળામાં ૭ મીમી, હાલોલ, ઓલપાડ અને ધરમપુરમાં ૬ મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય ૨૪ તાલુકામાં ૧ થી લઇને ૫ મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે
૨૫ સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
૨૮ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે.
રાજ્યમાં સિઝનનો ૧૨૫.૯૮ % વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં (૨૪ સપ્ટેમ્બર સુધી) ૧૨૫.૯૮ % વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં ૧૮૩.૩૨ %, ઉત્તર ગુજરાતમાં ૧૦૭.૮૧ %, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨૨.૬૯ %, સૌરાષ્ટ્રમાં ૧૨૯.૮૨ % અને દક્ષિણ ગુજરાતમાં ૧૩૦.૯૭ % વરસાદ નોંધાયો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો સંગ્રહ ૩૨૯૯૮૫ mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૯૭.૭૭ % જેટલી છે. રાજયના અન્ય ૨૦૬ જળાશયોમા સંગ્રહ ૫૧૪૧૧૭ mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૯૦.૩૮ % છે. ૧૦૦ % ભરાયેલા ડેમની સંખ્યા ૧૦૫ છે.