જાણો ૨૬/૦૯/૨૦૨૪ ગુરૂવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

દસમનું શ્રાદ્ધ

સૂર્ય હસ્તમાં ૨૫ ક. ૧૧ મિ.થી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૮ મિ. (સુ) ૭ ક. ૧૭ (મિ) (મું) ૭ ક. ૧૭ મિ.

જન્મ રાશિ : મિથુન (ક. છ. ઘ.) ૧૭ ક. ૧૫ મિ. સુધી પછી કર્ક (ડ. હ.) રાશિ આવે.

નક્ષત્ર : પુનર્વસુ ૨૩ ક. ૩૪ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- મિથુન, બુધ- કન્યા, ગુરૂ- વૃષભ, શુક્ર- કન્યા, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- મિથુન ૧૭ ક. ૧૫ મિ. સુધી પછી કર્ક, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર (વ) રાહુકાળ : ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ.ભા.), વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦, દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક આસો ૪ વ્રજ માસ : આસો માસ- તિથિ- વાર : ભાદરવા વદ નોમ

– દસમનું શ્રાદ્ધ

– સૂર્ય હસ્તમાં ૨૫ ક. ૧૧ મિ.થી વાહન મોર વરસાદ આવે.

– ગુરૂ પુષ્યામૃત સિદ્ધિ યોગ ૨૩ ક. ૨૪ મિ.થી સૂર્યોદય સુધી.

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલ અવ્વલ માસનો ૨૨મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૧૩મો રોજ તીર

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

વૃષભ, કર્ક અને તુલા રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News, જોઈ લો બાકીની રાશિના શું છે હાલ?

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારે તમારા કામમાં બેદરકારીથી બચવું પડશે. વિરોધીઓ તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશો. સ્વાસ્થ્ય બગડવાને કારણે આજે તમે થોડા ચિંતિત રહેશો. પરિવારના સદસ્યના લગ્નમાં કોઈપણ અવરોધ દૂર થશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો. જો તમારા જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો તે વાતચીત દ્વારા ઉકેલ આવશે.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. તમારી સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરશો. જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ લાવશો. તમારી પ્રગતિ જોઈને તમારા નવા મિત્રો ઊભા થઈ શકે છે અને તમારે એનાથી બચવાનો પ્રયાસ કરવો પડશે. બિઝનેસમાં કેટલાક ફેરફારો કરવાનું પણ વિચારશો, જે તમારા માટે સારું રહેશે, પરંતુ જો વરિષ્ઠ સભ્યો તમને કોઈ સલાહ આપે છે, તો તમારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ.

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

આજનો દિવસ તમારા માટે તમારી બુદ્ધિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમારે ધીરજ અને સમજણથી કાર્ય કરવાની જરૂર છે. તમારા ઘરના ખર્ચાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો અને તેને વધવા ન દો. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે. ધંધામાં તમારા ખોવાયેલા પૈસા પાછા મળવાની પૂરી સંભાવના છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે રચનાત્મક કાર્યમાં સામેલ થવાને કારણે તમે સારું નામ કમાવશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને તમે રુચિની વસ્તુઓ પર સારો ખર્ચ કરશો. જો તમને નોકરીમાં પ્રમોશન મળશે તો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. તમે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો. આજે પગ સંબંધિત કોઈ સમસ્યાથી સતાવશે.

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

સિંહ રાશિના જાતકો માચે આજનો દિવલ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમારી પારિવારિક જવાબદારીઓ નિભાવવી પડશે. કોઈ પણ કાયદાકીય બાબતમાં આજે તમારે મોટા પ્રમાણમાં પૈસા ખર્ચવાની તૈયારી દેખાડવી પડશે. પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. વિચારપૂર્વક કોઈપણ કામ કરો. તમારો કોઈપણ જૂનો વ્યવહાર તમને મુશ્કેલી કરશે. જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે કોઈ પણ ડીલ ખૂબ જ સમજી વિચારીને ફાઈનલ કરશો.

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા રાશિના જાતો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણી વધારે ખર્ચાળ રહેશે. પ્રેમ અને સહકારની લાગણી જોવા મળશે. આજે તમારે કોઈને પણ વચન આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આપવું પડશે. આજે જો તમને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવશે તો તેને દિલથી પૂરી કરો. વાહનોનો ઉપયોગ કરતી વખતે આજે ખૂબ જ સાવધાની રાખવી પડશે. તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ રહેશો, પરંતુ તમારે ખર્ચને નિયંત્રિત કરવા વિશે પણ વિચારવું પડશે. શેરબજારમાં રોકાણ કરવાનું આજે તમારા માટે ફાયદાકારક રહેશે.

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી વર્તણૂંકમાં કેટલાક ફેરફારો કરવા પડશે. પરિવારના સભ્યો પાસેથી રોષનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમારી વાણીમાં વિનમ્રતા અને મીઠશ જાળવી રાખો. તમારા સંતાનને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો. તમારી કોઈપણ ઇચ્છા પૂરી થઈ શકે છે. વિદ્યાર્થીઓ કોઈપણ રમતગમતની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આજે તેમના સાથીઓના કામથી ખૂબ જ ખુશ થશે.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા આસપાસના દુશ્મનોથી ખાસ સાવધ રહેવાનો રહેશે. આજે તમારા સંબંધીઓ તરફથી સંપૂર્ણ ટેકો મળશે. મિત્રો સાથે કોઈ પણ મહત્ત્વની કે અંગત માહિતી શેર કરતાં પહેલાં વિચારો. કામના સ્થળે તમારા પર વધુ કામનું દબાણ હશે અને તમે નવું વાહન ખરીદી શકો છો, પરંતુ તમારે વાહનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. આજે પરિવારના વડીલોના વિચારોને પણ તમારે માન-સન્માન આપવું પડશે.

ધન રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારે નવા લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું પડશે. કોઈ વાતને લઈને મન થોડું ચિંતિત રહેશે. ભાઈ-બહેન તરફથી આજે સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જો આજે તમારા કારણે કોઈ કામમાં નુકસાન થશે તો તેના માટે ઉપરી અધિકારી તરફથી ઠપકો સાંભળવાનો વારો આવશે. આજે તમારે કોઈની સાથે ખૂબ સમજી વિચારીને વાત કરવી પડશે. તમારી પારિવારિક સમસ્યાઓને ઘરની બહાર ન જવા દો. નોકરીને કારણે ચિંતિત હશો તો તમારે એ માટે મિત્ર સાથે વાત કરવી પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવલ મુશ્કેલીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમારું મન કોઈ વાતને સઈને ચિંતિત રહેશે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. ઘરે પૂજાનું આયોજન કરી શકો છો, જેમાં પરિવારના સભ્યો આવતા-જતા રહેશે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ, કારણ કે તમને તે પૈસા ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાનું વિચાર્યું છે, તો તે તમારા માટે સારું રહેશે. તમારે કામ માટે પ્રવાસ પર પણ જવું પડી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહી છે. કામના સ્થળે તમારી આસપાસના લોકો સાથે તાલમેલ જાળવીને આગળ વધશો. આજે કોઈ પણ મહત્વનું કામ આવતીકાલ પર પેન્ડિંગ રાખવાનું ટાળો. પ્રેમ જીવન જીવતા લોકોમાં થોડો વિરોધાભાસ થવાની સંભાવના છે, તેથી કોઈ પણ બહારના વ્યક્તિ સાથેના કોઈપણ સંબંધમાં સામેલ થશો નહીં. તમારે તમારા કાર્યોને સમજદારીથી સંભાળવા પડશે. કાર્યસ્થળમાં તમારી ઉપર વધુ જવાબદારીઓ આવશે. જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમફળદાયી રહેવાનો છે. કૌટુંબિક સમસ્યાઓને કારણે આજે તમને માનસિક તાણ અનુભવાશે. આજે કેટલીક શારીરિક સમસ્યાઓ સતાવી શકે છે. જો તમારા મિત્ર સાથે કામ સંબંધિત કોઈ કોઈ ચર્ચા વિચારણા કરી રહ્યા હશો તો આજે એમાં પણ તમને રાહત મળી રહી છે. જીવનસાથી આજે તમારી કોઈ વાતને કારણે ગુસ્સે થઈ જશે. આવકમાં વૃદ્ધિ થશે. માતા સાથે આજે કોઈ સમસ્યા વિશે વાત કરશો. આજે તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *