અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોનાં જથ્થા સાથે ચારની ધરપકડ.
ગુજરાતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે હથિયારના જથ્થા સાથે ચાર શખશોની ધરપકડ કરી છે. પોલીસે આ શખસો પાસેથી પિસ્તોલ અને કારતુસનો મોટો જથ્થો કબજે કર્યો છે. મધ્યપ્રદેશથી હથિયાર લાવીને ગુજરાતમાં વેંચવાનું ષડ્યંત્ર પકડતા ભારે ચર્ચા જાગી છે.

ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટનાં ગુના નોધી ૮ પિસ્તલ અને ૩૯ કારતૂસ કબજે કર્યા છે. જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કે કે પંચાલ અને વિક્રમ માળી પાસેથી ૬ પિસ્તલ અને ૨૪ કારતૂસ કબજે કર્યા છે.તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જે.કે લુહાર પાસેથી બે પિસ્તલ અને ૧૨ નંગ કારતૂસ કબજે કર્યા છે.તો અમદાવાદના સરખેજનાં આરોપી આમીન મેમણ પાસેથી ૧ પિસ્તલ અને ૩ રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે.ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે જેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડને લઇ તપાસ શરૂ કરી છે.
હથિયાર સાથે પકડાયેલ આરોપીનાં ગુનાહિત ભૂતકાળની તપાસ કરતા આરોપી કિશોર ઉર્ફે કે,કે અમદાવાદ અને બનાસકાંઠાના ચાર ગુનામાં ફરાર હતો.જેમાં લૂંટ,ચોરી,ધાડ જેવી ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.આરોપી કિશોર ઉપર ૧૨ થી વધુ ગુના અમદાવાદ,બરોડા બનાસકાંઠાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.તો અન્ય આરોપી વિક્રમ માળી વિરુદ્ધ બનાસકાંઠા માં ૫ જેટલા ગુના નોંધાયા છે.મહત્વ નું છે કે આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં હતા ત્યારે એક બીજાના સંપર્ક મા આવ્યા હતા.અને છેલ્લા ૨ વર્ષ થી હથિયાર નાં હેરાફેરી નું નેટવર્ક શરૂ કર્યું હતું.
અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઢગલા બંધ હથિયારો ૮૦ હજારથી ૧ લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયારનો જથ્થો મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.