છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં નવરાત્રી આંગળીના વેઠે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે ત્યારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ કરી દેતા ગુજરાતમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં સવારથી જ મેઘ મહેર, અમરેલીના બાબરામાં એક ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૪૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં એક ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બન્યું છે. ઠેકઠેકાણે વરસાદ પણ પડવાનો શરુ થયો છે. જોકે, સવારમાં જ આખા અમદાવાદમાં અંધારપટ છવાયો છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૧૨ તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સોનગઢમાં સાડા છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
૧૯ તાલુકામાં ૩ થી ૯ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૧૯ તાલુકા એવા છે જ્યાં ૩ થી ૯ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
તાપી | વ્યારા | ૨૧૧ |
તાપી | સોનગઢ | ૧૫૯ |
જૂનાગઢ | વિસાવદર | ૧૫૨ |
ભાવનગર | ઘોઘા | ૧૫૧ |
ભાવનગર | પાલિતાણા | ૧૧૦ |
વલસાડ | વાપી | ૧૦૯ |
ભાવનગર | વલ્લભિપુર | ૧૦૭ |
વલસાડ | વલસાડ | ૯૯ |
ભાવનગર | ભાવનગર | ૯૫ |
ભાવનગર | શિહોર | ૯૪ |
ગીર સોમનાથ | ઉના | ૯૩ |
વલસાડ | ઉમરગામ | ૯૧ |
ગીર સોમનાથ | સુત્રાપાડા | ૮૫ |
ગીર સોમનાથ | કોડિનાર | ૮૫ |
સુરેન્દ્રનગર | સાયલા | ૮૫ |
તાપી | વાલોદ | ૭૯ |
નવસારી | જલાલપોર | ૭૭ |
જૂનાગઢ | ભેસાણ | ૭૫ |
૬૫ તાલુકામાં ૧ થી ૩ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં ૬૫ તાલુકા એવા છે જ્યાં ૧ થી ૩ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુરૂવારે દિવસ દરમિયાન ભાવનગરના ઘોઘામાં સૌથી વઘુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના વ્યારામાં સૌથી વધુ ૮.૫ ઇંચ, તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં છ -છ ઇંચ, પાલીતાણા ,વાપી, વલભીપુરઅને પારડી માં ૪ ઇંચથી વધુ, જ્યારે ભાવનગર ,સિહોર અને ઉનામાં પણ ચાર ઇંચ, અને સુત્રાપાડા ,સાયલા ,કોડીનાર માં ૩.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા, જુનાગઢના માળિયા હાટિના, વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ બે ઈંચથી વઘુ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં હજુ સુધી ૧૨૮.૨૪ % વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૧૨૮ તાલુકામાં ૪૦ ઈંચથી વઘુ, ૧૦૫ તાલુકામાં ૨૦ થી ૪૦ ઈંચ, ૧૮ તાલુકમાં ૧૦ થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૮૩.૩૨ %, દક્ષિણ ગુજરાતમાં ૧૩૩.૫૪ %, સૌરાષ્ટ્રમાં ૧૩૧.૫૯ %, પૂર્વ મઘ્ય ગુજરાતમાં ૧૨૬.૦૪ % અને ઉત્તર ગુજરાતમાં ૧૦૯.૦૪ % વરસાદ વરસ્યો છે.
આગામી ૩ દિવસ ક્યાં રેડ –ઓરેન્જ એલર્ટ…
૨૭ સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
૨૮ સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. ડાંગ, નવસારી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.
૨૯ સપ્ટેમ્બર : સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.