ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આર.ડી.શાહ આર્ટસ એન્ડ શ્રીમતી વી.ડી.શાહ કોમર્સ કોલેજ ધોળકામાં આજ રોજ તારીખ:-૨૬/૦૯/૨૦૨૪ ને ગુરુવારે સ્વૈચ્છિક મહા રક્તદાન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું.
ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી મુકેશભાઇ એસ.પટેલ અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી શીલભૂષણદાસ સ્વામીજી, માનદમંત્રીશ્રી ચિતરંજનભાઇ એચ. શાહ, કોલેજના આચાર્યશ્રી ડૉ.એન.આર.ક્ષત્રિય સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
કોલેજના સર્વે અધ્યાપક ગણ, કર્મચારીગણ અને સેવકગણ સાથે શ્રી એન.કે. પટેલ પ્રાથમિક શાળા તથા શ્રીમતી કે.જે.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સ્ટાફ તથા કોલેજના વિધાર્થી ભાઇ-બહેનોએ ખૂબ જ પ્રમાણમાં રક્તદાન કર્યું હતું. જેમાં સર્વેના સાથ સહકારથી ૫૫ યુનીટ રક્તદાન થયું હતું.
બહેનોએ પણ રક્તદાન કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંપૂર્ણ ટીમ સાથે ખુબ સહકાર પૂર્વક દરેક સભ્યો સહભાગી થયા હતા. સાથે-સાથે આ કાર્યક્રમમાં શ્રીમતી આર.ડી.શાહ આર્ટસ એન્ડ શ્રીમતી વી.ડી.શાહ કોમર્સ કોલેજ તથા શ્રીમતી બી.પી.એમ ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા ટ્રાફિક અંગેના સ્ટીકર નું પ્રમુખશ્રી મુકેશભાઈ .એસ.પટેલ. દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવમાં શ્રીમતી આર.ડી.શાહ આર્ટસ એન્ડ શ્રીમતી વી.ડી.શાહ કોમર્સ કોલેજના વિજેતા થયેલ ભાઈઓ બહેનોને પ્રમુખશ્રી મુકેશભાઈ એસ પટેલ ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું.