ગુજરાત રાજ્યનાં ૧૪ જીલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે રાજ્યનાં અમુક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કર્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી એકાએકા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યનાં ૧૪ જીલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.

ગુજરાત રાજ્યમાં શુક્રવારે સવારે ૬ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધી ૧૮૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ૪.૧૭, નર્મદાના સાગબારામાં ૩.૮૨, જૂનાગઢમાં ૩.૬૨, જૂનાગઢ શહેરમાં ૩.૬૨, રાજકોટના ધોરાજીમાં ૩.૫૦, જૂનાગઢના માણાવદરમાં ૩.૦૩, બનાસકાંઠાના દાંતામાં ૨.૬૮, સાબરકાંઠાના વડાલીમાં ૨.૬૪, રાજકોટના ઉપલેટામાં ૨.૬૦, સુરેન્દ્રનગરના ચુડામાં ૨.૪૪, જૂનાગઢના વંથલીમાં ૨.૪૦, જૂનાગઢના માંગરોળમાં ૨.૧૩, મહેસાણાના સતલાસણામાં ૨.૦૯, જૂનાગઢના મેંદરડામાં ૨.૦૫, વલસાડના પારડીમાં ૨.૦૫, ખેડામાં ૨.૦૫, નડીયાદમાં ૨.૦૧ વરસાદ પડ્યો હતો.
