ગુજરાતીઓ તેમના સૌથી પ્રિય તહેવાર એવા નવરાત્રિને લઇ ઉત્સાહમાં જ રહેતા હોય છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે જેને લઇને સમગ્ર ગરબા ઉત્સુકોમાં ખુશીમો માહોલ જોવા મળ્યો હતો. અને સૌ કોઇ આજે જ ગરબે ઝુમી ઉઠ્યા હતા.
હર્ષ સઘવીએ આજે જાહેર કરેલ નિવેદમાં જણાવ્યુ હતુ કે ગુજરાતીઓ આ વર્ષે ૧૦ દિવસ સુધી અને વહેલી સવાર સુધી ગરબા રમી શકશે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે. ઉપરાંત નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે તેમ તેઓએ જણાવ્યુ હતું.
નવરાત્રિમાં ખેલૈયાઓના અરમાનો પર ‘પાણી’ ફરવાનું જોખમ.
ગુજરાતીઓનો સૌથી મનપસંદ એવા નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આખી રાત ગરબા રમવાની મંજૂરી આપીને ખેલૈયાઓને રાજીના રેડ કરી દીધાં છે. જોકે, મેધરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિના નવ દિવસને લઈને આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર નવરાત્રિ દરમિયાન જુદી-જુદી જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડલાની શક્યતા છે.
આવતા મહિનાની ત્રણ તારીખથી લઈને બાર તારીખ સુધી લોકો નવરાત્રિનો ઉત્સવ મનાવશે અને ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરશે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રિના દિવસોમાં તડકા સાથે જ વરસાદની સંભાવા છે. તારીખ ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન હસતા નક્ષત્રમાં કેટલાંક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસશે. આ સિવાય તારીખ ૯ થી ૧૨ ઓક્ટોબરમાં ચિત્રા નક્ષત્રમાં કેટલાંક ભાગોમાં વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતો રહેશે અને ક્યાંક-ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટો આવશે અને દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તરીખ ૧૮, ૧૯ અને ૨૦ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝાડું આવી શકે છે. ૨૨ તારીખ સુધીમાં રાજ્યના ઘણાં ભાગમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું આવી શકે છે.