ભરૂચ અને વડોદરાના ગામોને એલર્ટ કરાયા.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં ૨૪ કલાકમાં બે સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૪૬ મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી ૧,૪૪૫૪૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ ૮૦૮૩૩૬ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે.
ડેમના ૧૦ દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી ૧,૪૪૫૪૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના પગલે નર્મદા ડેમના ૧૦ દરવાજા ૧.૩૫ મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે ૪૨ કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાં ૯૮ % નર્મદા ડેમ ભરાયો છે. તેમજ ૧૩૮.૪૪ મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે.આ ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર ૨૪ સેન્ટીમીટર દૂર છે.
અંદાજે ૨.૯૦ કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ભરાઈ ચુક્યો છે. હાલ સરદાર સરોવર ૧૦૦ % ભરાવાથી માત્ર ૨ % બાકી છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના ૧૭૩ શહેર અને ૯૪૯૦ ગામના અંદાજે ૨.૯૦ કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના ૧૮.૪૫ લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.