જમ્મુના કઠુઆમાં ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની તબિયત લથડી હતી અને તેઓ ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા જોકે થોડી વારમાં ઊભા થતાં તેમને સારવાર માટે લઈ જવાયાં હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપતા સમયે બેભાન થઈ ગયા હતા. જસરોટા વિધાનસભા ક્ષેત્રના બરનોટીમાં સંબોધન દરમિયાન બેહોશ થઈ ગયા. આ પછી તે સ્ટેજ પર પડી ગયાં હતા જેને કારણે ભાષણ રોકવું પડ્યું હતું જોકે થોડી વારમાં તેઓ બેઠા થયાં હતા અને ટૂંક ભાષણ આપ્યું હતું.
સારવાર માટે જતાં પહેલા ખરગેએ કહ્યું કે તેઓ 83 વર્ષના છે અને હજુ મરવાના નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું મોદીને સત્તા પરથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મરીશ નહીં. ખરગેએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે આ લોકો (કેન્દ્ર સરકાર) ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા ન હતા. જો તેઓ ઇચ્છતા તો એકાદ-બે વર્ષમાં ચૂંટણી કરાવી શક્યા હોત. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રિમોટ-કંટ્રોલ સરકાર ચલાવવા માંગતા હતા.
પીએમ મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી. શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો જે ૧૦ વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? જો ભાજપનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તે સમૃદ્ધિ લાવ્યા કે નહીં.