ઈઝરાયલે વધુ એક ખતરનાક કમાન્ડરને ઠાર કર્યો

ઈઝરાયલે કહ્યું- ‘હિઝબુલ્લાનું નામ-નિશાન મિટાવી દઈશું’.

ઈઝરાયલે વધુ એક ખતરનાક કમાન્ડરને ઠાર કર્યો, કહ્યું- ‘હિઝબુલ્લાનું નામ-નિશાન મિટાવી દઈશું’ 1 - image

ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે. સેના આખા સંગઠનનો ખાત્મો કરવા માટેના અભિયાનમાં લાગી ગઈ છે. આ જ ક્રમમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વધુ એક ટોચના કમાન્ડને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Hezbollah Chief Hassan Nasrallah, Israel Hezbollah War Live: Iran  Revolutionary Guard general dead in Israeli strike that killed Hezbollah  leader Sheikh Hassan Nasrallah

મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલી સેનાએ આજે કહ્યું છે કે, ‘અમારી સેનાએ એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાના વધુ એક ટોચના અધિકારીને મારી નાખ્યો છે. સેનાએ એક દિવસ પહેલા એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાના કેન્દ્રીય પરિષદના ઉપપ્રમુખ નબીલ કૌકનું મોત થયું છે.’

Iran's Ali Khamenei's First Reaction After IDF Claims Nasrallah Killed in  Beirut | LIVE | Republic World

ઈઝરાયલે કૌકને ઠાર કર્યો હોવાના દાવા પર હિઝબુલ્લા તરફથી કોઈપણ ટિપ્પણી કરવામાં આવી નથી. ઈઝરાયેલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાના અનેક ટોચના કમાન્ડરોને ઠાર કર્યા છે. સેનાએ લેબેનોના શહેર બૈરૂતમાં શુક્રવારે એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાનો નેતા હસન નસરુલ્લાનું પણ મોત થયું છે.’

Sept. 25: PM, other officials said to pour cold water on chances for pause  in fighting | The Times of Israel

છેલ્લા કેટલાક દિવસોથી હિઝબુલ્લાહ ઈઝરાયલ પર મિસાઇલ વર્ષા કરી રહ્યા હતાં તે સામે ઈઝરાયલે પ્રચંડ બોમ્બ વર્ષા શરૂ કરી દીધી હતી. પરિણામે બૈરૂત પણ લગભગ કબ્રસ્તાન બની ગયું છે. દક્ષિણ બૈરૂત સ્થિત હીઝબુલ્લાહનું મુખ્ય મથક ઈઝરાયલના લક્ષ્ય પર છે, જ્યાં હિઝબુલ્લાના કેટલાક ટોચના નેતા બંકરમાં છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ઈઝરાયેલે ગઈકાલે પ્રચંડ બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા.

Hundreds dead as Israel responds with airstrikes to Hamas shock attack -  World - Business Recorder

હિઝબુલ્લાનો વડો નસરલ્લાહ ઈઝરાયલી હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલને હિઝબુલ્લાએ પણ સમર્થન આપ્યું હતું. ઇઝરાયલે શુક્રવારે કરેલા હુમલામાં હિઝબુલ્લાહનો વડો, નસરલ્લાહ, તેની પુત્રી ઝૈનાબ, કમાન્ડર અલી કારસી, ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડનો ડેપ્યુટી અધિકારી અબ્બાસ સહિત ૧૧ના મોત થયા છે અને ૧૦૮ને ઇજા થઈ છે. નસરલ્લાહ ૩૨ વર્ષથી હીઝબુલ્લાહનું નેતૃત્વ પદ સંભાળતો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *