આજનુ પંચાંગ
તેરસનું શ્રાદ્ય
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક.૨૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૦ મિ. (સુ) ૭ (ક.) ૧૮ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય : કન્યા , મંગળ-મિથુન, બુધ-કન્યા , ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર- સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ), રાહુકાળ : ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૦/ રાક્ષસ/સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : આસો/૮/ વ્રજમાસ : આસો,
માસ-તિથિ-વાર : ભાદરવા વદ તેરસ
– તેરસનું શ્રાદ્ય
– શિવરાત્રી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબિઉલઅવ્વલ માસનો ૨૬ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૧૭ મો રોજ સરોશ
આજ નું રાશિફળ
વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોને આજે મળશે Good News… જાણો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહે છે. નોકરી કરી રહેલાં લોકો આજે પોતાના પ્રયાસો ઝડપી બનાવશે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. કામ માટે આજે બહાર જવું પડી શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી આજે નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે થોડા તણાવ રહેશો અને એને કારણે તમારા વર્તનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે, જીવનસાથી સાથે દલીલ પણ થશે. પરિણામે તમારે થોડા શાંત રહેવાની જરૂર છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને આજે બિઝનેસમાં સારે એવો ફાયદો મળશે. આજે કોઈ નવું કામ કરવાથી તમને આનંદ થશે, પરંતુ તમારે તમારી પારિવારિક જવાબદારીઓને પણ નિભાવવાનો પૂરો પ્રયાસ કરવો જોઈએ. તમે નાના બાળકો માટે ભેટ લાવી શકો છો. તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની સંભાવના છે. જો આવું થાય, તો પછી તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આજે નવી નોકરી મળી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચને લઈને સાવધાની રાખવાનો રહેશે. આજે તમારો વધતો જતો ખર્ચ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આવક વધશે પણ વધી રહેલા ખર્ચને કારણે તમે એનો આનંદ નહીં ઉઠાવી શકો. તમને થોડું ટેન્શન રહેશે. તમારા કામમાં તમારા સહકર્મીઓ તમને પૂરો સાથ આપશે. તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. આજે તમને તમારું મનપસંદ ભોજન ખાવા મળશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. તમારે વેપારમાં પણ કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે.

કર્ક રાશિના જાતકોને આજે પૈતૃક સંપત્તિ મળતા ખુશીનો પાર નહીં રહે. નોકરી સંબંધિત કેટલાક મહત્ત્વના નિર્ણયો લઈ શકો છો. તમારા ઉપરી અધિકારી આજે તમારા કામથી ખુશ થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. પરિવારનો કોઈ સભ્ય કામકાજ માટે આજે બહાર જઈ શકે છે. આજે તમારે તમારા કામનું આયોજન કરીને આગળ વધવું પડશે. કોઈ સરકારી કામ અટવાઈ પડ્યું હશે તો આજે એ પૂરું થઈ રહ્યું છે. તમારે તમારા મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. જો તમે સરકારી યોજનાઓમાં રોકાણ કરો છો, તો તે તમને ભવિષ્યમાં વધુ સારો લાભ આપશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. કળા સાથે જોડાઈને તમે નામ કમાવશો. ઉત્સાહથી ભરપૂર રહેવાને કારણે આજે તમે તમારા કામ ખૂબ જ સરળતાથી પૂરા કરશો. પિતાની કોઈ વાત આજે ખરાબ લાગી શકે છે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે. આજે કોઈ પણ કામ વધારે પડતાં ઉત્સાહમાં આવીને કરશો તો તમારાથી કોઈ ભૂલ થવાની સંભાવના છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે.

આજનો દિવસ તમારી સુખ-સુવિધાઓ અને સુવિધાઓમાં વધારો લાવશે. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે તમારા ભવિષ્ય વિશે યોજના બનાવી શકો છો. તમે તમારા બાળકના વર્તનમાં કેટલાક ફેરફારો જોશો, જેને તમારે અવગણવું જોઈએ નહીં, નહીં તો પછીથી તે તમારા માટે સમસ્યા બની શકે છે. તમારા કામમાં તમારા સહકર્મીઓ તમને પૂરો સાથ આપશે. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમારું મન કોઈ બાબતને લઈને ચિંતિત રહેશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામ આપનારો રહેશે. આજે તમારા કોઈ કામ માટે તમને એવોર્ડ મળી શકે છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો. માતા તમને કોઈ કામને લઈને મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે અને તમારે એ સલાહને અનુસરવું પડશે. લવ લાઈફ જીવતા લોકોએ પોતાના જીવનસાથી સાથે તાલમેલ જાળવવો જોઈએ, નહીં તો થોડી પરેશાની થઈ શકે છે. વિદ્યાર્થીઓને આજે કોઈ સ્પર્ધામાં જિત મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે અને આજે પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે તમારી નોકરીમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ ઉકેલાઈ જશે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાને કારણે પાર્ટી થઈ શકે છે. તમે કામની યોજના બનાવીને આગળ વધશો એ તમારા માટે વધારે સારું રહેશે. તમને ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારી વિચારસરણીથી તમને ફાયદો થશે. આજે તમારે તમારા પેટનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો મુશ્કેલી વધી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારું પૂરેપૂરું ધ્યાન તમારી સંપત્તિ વધારવા પર રહેશે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહી છે. સરકારી ક્ષેત્રોમાં તમને સારો લાભ મળવાની સંભાવના છે, જે લોકો તેમની નોકરીને લઈને ચિંતિત છે તેઓ ફેરફાર કરી શકે છે. જો તમારી કોઈ કાયદાકીય બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી, તો તે પણ તમને ખુશી આપશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. લાંબા સમયથી અધૂરી રહેલી કોઈ ઈચ્છા પૂરી થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે તમારે તમારી આસપાસના દુશ્મનોથી ખાસ સાવધ રહેવાની જરૂર છે. વિરોધીઓ આજે તમારા બધા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આજે કોઈ પણ અજાણ્યા લોકો સાથે વાત કરતી વખતે તમારે ખાસ સાવધાની રાખવી પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વાર ખોલનારો રહેશે. આજે બિઝનેસમાં તમને કોઈ તક મળે તો તે ગુમાવવી ના જોઈએ. નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ નવી જવાબદારી મળી શકે છે. માતા તરફથી આજે તમને આર્થિક મદદ મળી રહી છે. વિદ્યાર્થીઓ બહારથી અભ્યાસ કરી શકે છે. તમારે તમારા કોઈપણ મિત્ર સાથે પારિવારિક સમસ્યા વિશે ચર્ચા કરવી જોઈએ નહીં. નાણાકીય બાબતોમાં તમારે સમજી વિચારીને બોલવાની જરૂર છે. આજે તમે મોજશોખની વસ્તુઓ પર સારી એવી રકમ ખર્ચ કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ કરવાથી બચવાનો રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો આનંદદાય રહેવાનો છે. આજે તમને જીવનસાથી સાથે હરવાફરવાની તક મળે તો તે ચૂકશો નહીં. કામના સ્થળે આજે જીવનસાથી સાથે ફરવા જવાની તક મળે તો તે ચૂકશો નહીં. ખાવા-પીવા પર આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડો તણાવ અનુભવાશે. આજે તમારે કોઈ કોઈપણ જોખમ લેવાનું ટાળવું જોઈએ.
ન્યાયના દેવતા શનિ મહારાજને નવે નવ ગ્રહમાં સૌથી મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે શનિ દેવ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે અને તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ. આ કારણે શનિના હિલચાલની અસર લાંબો સમય સુધી જોવા મળે. હાલમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને ૧૦મી ઓક્ટોબરના સવારે ૧૦:૫૦ કલાકે ગ્રહોના રાજકુમાર બુધ આ જ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
એક જ રાશિમાં બુધ અને શનિની યુતિ થતાં દુર્લભ સંયોગો બની રહ્યા છે અને જેને કારણે અમુક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થશે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેમને બુધ અને શનિ લાભ જ લાભ કરાવી રહ્યા છે-
શનિ અને બુધ આ પાંચ રાશિના જાતકોને કરાવશે જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૃષભ રાશિના જાતકો માટે શનિ-બુધની થઈ રહેલી યુતિ લાભદાયી રહેશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બનશે. વેપારીઓ કોઈ નવો ધંધો શરૂ કરવા વિચારી શકે છે. નાના અને મધ્યમ વેપારીઓને વેપારમાં નફો થતાં ખુશીનો પાર નહીં રહે. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ખર્ચ વધી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે.

આ રાશિના જાતકો માટે પણ સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે, તેમને સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીની ઈચ્છા પૂરી થશે. વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે. પ્રેમીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. જીવનસાથી સાથે ફરવા જશો, મોંઘી ભેટ પણ મળી શકે છે. ઉદ્યોગપતિઓ વિદેશ પ્રવાસ કરશે. લાંબી મુસાફરીના સકારાત્મક પરિણામો મળશે.

આવતા મહિનાથી આરાશી માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂરા કરવામાં સફળ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કોઈના ઘરમાં કોઈ પ્રકારનું શુભ કાર્ય થઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કોર્ટ કેસનો ચુકાદો તમારા પક્ષમાં આવશે. વંશજોને ધન લાભ થશે. નવું મકાન ખરીદવા માટે અનુકુળ સમય. શેરબજારમાં રોકાણથી લાભ મળશે.

શનિ અને બુધની એક જ રાશિમાં થઈ રહેલી યુતિ આ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. કાર્યમાં સફળતા મળશે. આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે. કરિયરમાં પ્રગતિ થશે અને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળશે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ જૂના રોકાણથી લાભ મળશે. પરિવાર સાથે દૂરની યાત્રા કરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે.

કુંભ રાશિના જાતકોને પણ ભાગ્યનો સાથ મળી રહ્યો છે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરી મળશે. વેપારીઓ માટે પણ વેપારમાં સતત આગળ વધવાનો અને નફો કમાવવાનો સમય રહેશે. કામના સ્થળે તમારા કામથી ઉપરી અધિકારી ખુશ થશે અને તમારા કામના વખાણ કરશે. સહકર્મચારીઓ પણ તમારા કામમાં મદદ કરશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે.