નેપાળમાં પૂર અને ભૂસ્ખલને મચાવી તબાહી

નેપાળમાં પૂર અને ભૂસ્ખલથી મૃત્યુઆંક ૨૦૦ થયો…

Rain, floods wreak havoc in Nepal; scores die and missing

નેપાળમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા આજે ૨૦૦ થવા પામી હતી. જ્યારે હજુ પણ ૩૦ લોકો ગુમ છે. આ માહિતી પોલીસે આપી હતી. નોંધનીય છે કે ગયા શુક્રવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ પેદા થઇ છે. જેના કારણે હિમાલયન દેશમાં તબાહી મચી ગઇ છે.

Death toll rises following disastrous flooding in Nepal, India

નેપાળ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સતત વરસાદ, પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે ઓછામાં ઓછા ૧૯૨ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ આપદામાં દેશભરમાં ૯૪ લોકો ઘાયલ થયા છે, જ્યારે ૩૦ હજુ પણ ગુમ છે.

Nearly 200 killed in floods, landslides in Nepal

ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીને ટાંકીને કહ્યું કે સરકારે શોધ, બચાવ અને રાહત કામગીરીને ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. અહેવાલમાં જણાવાયું છે કે શોધ, બચાવ અને રાહત કામગીરી માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૪૫૦૦થી વધુ આપત્તિગ્રસ્ત લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Floods And Landslides: Latest Articles, Videos and Photos of Floods And  Landslides - Telegraph India

ઘાયલોને મફત સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે પૂરથી પ્રભાવિત અન્ય લોકોને ભોજન અને અન્ય કટોકટીની રાહત સામગ્રી આપવામાં આવી છે. કાઠમંડુ પોસ્ટ અખબારે જણાવ્યું કે દેશભરમાં ઘણા રસ્તાઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે અને રાજધાની કાઠમંડુ તરફ જતા તમામ માર્ગો હજુ પણ અવરોધિત છે, જેના કારણે હજારો પ્રવાસીઓ ફસાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *