ભારતે રચ્યો ઇતિહાસ

ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ૭ વિકેટે વિજય મેળવ્યો. આ સાથે ભારતે બાંગ્લાદેશનો ૨-૦ થી વ્હાઇટવોશ કર્યો.

Team India register record 17th consecutive Test series win on home soil | News - Business Standard

ઘરઆંગણે સતત ૧૮ ટેસ્ટ શ્રેણી જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ.

india wtc final chances: WTC Points Table 2025: What are India's chances to enter the WTC Final after Bangladesh's sweep? - The Economic Times

ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ૭ વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે બાંગ્લાદેશનો ૨-૦ થી વ્હાઇટવોશ કર્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત ૧૮ મી ટેસ્ટ શ્રેણી જીતી છે. આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ટીમ બની છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત ૧૦ ટેસ્ટ શ્રેણી જીતીને બીજા સ્થાને છે.

IND vs BAN: कोहली, अश्विन और जडेजा दूसरे टेस्ट में बना सकते हैं विराट रिकॉर्ड, शाकिब के पास भी इतिहास रचने का मौका - India Vs Bangladesh 2nd Test Stats Preview Virat

ભારતીય ટીમ ઘરઆંગણે પ્રવાસી ટીમો પર હાવી

India registers 17th consecutive Test series win on home soil since 2012 - CNBC TV18

ભારતીય ટીમે પોતાની ભૂમિ પર પ્રભુત્વસભર દેખાવ કર્યો છે. આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. ૧૨ વર્ષમાં ટીમ ૧૮ સિરીઝમાં ૫૩ ટેસ્ટ રમ્યું છે. જેમાં ૪૨માં વિજય થયો છે ફક્ત ૪ મેચમાં જ પરાજય થયો છે. ૭ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ટીમ ૩૭ મેચમાં એક ઈનિંગ્સ અથવા ૧૦૦થી વધુ રન કે ૮ વિકેટથી જીત મેળવી છે.

SunRisers Hyderabad (@SunRisers) / X

ઘરઆંગણે છેલ્લી ૧૮ ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન

BCCI Announces Rs 20 Lakh Each For Indian Selectors | India.com

  • ૨૦૨૪ – બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય
  • ૨૦૨૪ – ઇંગ્લેન્ડ સામે ૪-૧થી વિજય
  • ૨૦૨૩ – ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી વિજય
  • ૨૦૨૨ – શ્રીલંકા સામે ૨-૦થી વિજય
  • ૨૦૨૧ – ન્યૂઝીલેન્ડ સામે ૧-૦થી વિજય
  • ૨૦૨૧ – ઇંગ્લેન્ડ સામે ૩-૧થી વિજય
  • ૨૦૧૯ – બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય
  • ૨૦૧૯ – દક્ષિણ આફ્રિકા સામે ૩-૦થી વિજય
  • ૨૦૧૮ – વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી વિજય
  • ૨૦૧૮ – અફઘાનિસ્તાન સામે ૩-૦થી વિજય
  • ૨૦૧૭ – શ્રીલંકા સામે ૧-૦થી વિજય
  • ૨૦૧૭ – ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી વિજય
  • ૨૦૧૭ – બાંગ્લાદેશ સામે ૧-૦થી વિજય
  • ૨૦૧૬ – ઇંગ્લેન્ડ સામે ૪-૦થી વિજય
  • ૨૦૧૬ – ન્યૂઝીલેન્ડ સામે ૩-૦થી વિજય
  • ૨૦૧૫ – દક્ષિણ આફ્રિકા સામે ૩-૦થી વિજય
  • ૨૦૧૩- વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી વિજય
  • ૨૦૧૩ – ઓસ્ટ્રેલિયા સામે ૪-૦થી વિજય

Test Series: India Cannot take Bangladesh Lightly! | Test Series: India Cannot take Bangladesh Lightly!

ભારતે ૨૦૧૨માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી

India vs Bangladesh today, T20 World Cup Super 8 Match; Where to watch, team, upcoming series | DeshGujarat

ભારત પ્રવાસ પર ટેસ્ટ રમવા આવનારી ટીમ એક મેચ જીતે છે તે પણ સારી વાત ગણાય છે. સામાન્ય ટીમોનો વ્હાઇટવોશ થાય છે. ભારતીય ટીમે ૨૦૧૨ માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. તે સમયે એલિસ્ટર કૂકની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે ૨૦૧૨ માં ૪ મેચની શ્રેણી ૨-૧ થી જીતી હતી. આ પછી ભારત પોતાના ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *