Holi 2021: ટીવી સ્ટાર્સ પણ રંગાયા હોળીના રંગમાં, સેલેબ્સે અલગ-અલગ અંદાજમાં આપી હોળીની શુભકામના

Holi 2021: સોમવારે એટલે કે આજે દેશભરમાં હોળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીનો આ તહેવાર લોકો રંગ, ડાન્સ અને મસ્તી સાથે મનાવે છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે હોળીના તહેવારની એ મજા નથી જે દર વર્ષ હોય છે. આમ છતાં પણ લોકો હોળીના તહેવારની ઉજવણી કરી છે. ટીવીના સેલેબ્સએ પણ હોળીની શુભેચ્છા પાઠવી હતી.

કોમેડિયન ભારતી સિંહથી લઈને ઉતરનની ટીના દત્ત સુધી ટીવી સેલેબ્સએ ફેન્સને હોળીની શુભકામના પાઠવી હતી. તો દીપિકા સિંહએ એકલીએ જ હોળી મનાવી હતી.

બિગ બોસ 14ના રનર એ રાહુલ વૈદ્યએ પણ હોળીની ઉજવણી કરી હતી. રાહુલે તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. રાહુલ અને દિશાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

કોમેડિયન ભારતીસિંહે એક વિડીયો શેર કરીને હોળીની શુભકામના પાઠવી હતી. આ દરમિયાન ભારતી પર રંગ પણ લાગેલો દેખાઈ છે.

નેહા પેડસેએ પણ તસ્વીર શેર કરીને હોળીની શુભકામના ફેન્સને આપી હતી. નેહાએ લખ્યું હતું કે, મારા પર એક અહેસાન કરો, હોળી ના રમો.

આ સિવાય દીપિકાએ એક વિડીયો શેર કર્યો છે. આ સાથે જ લખ્યું હતું કે, મારા મિત્રો આ આભાસી હોલી પાર્ટી સાથે. આ હોળી પર આપણા જીવનમાં ખુશહાલ, સંતૃષ્ટ અને સુરક્ષિત રહો. હોળી મુબારક. દીપિકા સિંહના આ વિડીયોએ સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો છે.

ટીવી સેલેબ્સની સાથે બૉલીવુડના તમામ સેલેબ્સએ અલગ-અલગ અંદાજમાં હોળીની શુભકામના પાઠવી હતી.

નોંધનીય  છે કે, કોરોનાની મહામારીને કારણે ધુળેટીના તહેવારની ઉજવણીનો રંગ પણ ફિક્કો પડયો છે.  અમુક શહેરમાં તો જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *