ઢોંસાનું નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ શું તમે કદી મખાના ડોસા ટ્રાય કર્યા છે, મખાના એક હેલ્ધી ફૂડ છે તે તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે, અહીં મખાના ઢોસા રેસીપી શેર કરી છે જે તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો.
નવરાત્રી ૩ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ શરૂ થશે, આ પવિત્ર દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે અને ઘણા ભક્તો ઉપવાસ પર કરે છે. ત્યારે ઉપવાસના નવ દિવસ ફરાળમાં દરમિયાન દરરોજ શું ખાવું તે પ્રશ્ન થાય છે, એવામાં અહીં ફરાળી ઢોંસા ની રેસીપી શેર કરી છે,
ઢોંસાનું નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ શું તમે કદી મખાના ડોસા ટ્રાય કર્યા છે, મખાના એક હેલ્ધી ફૂડ છે તે તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે, નવરાત્રી ઉપવાસ માટે અહીં ખાસ મખાના ઢોસા રેસીપી શેર કરી છે જે તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી હોવાની સાથે ટેસ્ટી પણ છે, જાણો મખાના ઢોસા રેસીપી,
ઢોસામાં ભરવા માટે તમે મસાલા બટેટાનું સ્ટફિંગ પણ ઉમેરી શકો છો. ખોરાકને વધુ પૌષ્ટિક બનાવવા માટે, મખાના ઢોસાને ચટણી અને સાંભાર સાથે સર્વ કરો. નાસ્તો, લંચ અથવા ડિનર માટે, આ રેસીપી ઉપવાસમાં દિવસના કોઈપણ સમયે બનાવી શકાય છે.
મખાના ઢોંસા રેસીપી
સામગ્રી
- ૧ કપ શેકેલા મખાના
- ૧/૨ ચમચી ફરાળી મીઠું
- ૧/૨ મોરૈયો
- ૧ કપ સિંઘોડા લોટ
- ૧/૨ કપ ખાટું દહીં
- જરૂર મુજબ પાણી
મખાના ઢોસા બનાવવાની રીત
- એક બાઉલમાં મખાના, મોરૈયો, શિંગોડાનો લોટ, દહીં, ૧ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખો. બરાબર મિક્સ કરો. તેને ૧૦-૧૨ મિનિટ માટે રહેવા દો.
- આ મિશ્રણને બ્લેન્ડરમાં ૧/૨ કપ પાણી સાથે ઉમેરો. જ્યાં સુધી તે સ્મૂધ બેટર ન બને ત્યાં સુધી બ્લેન્ડ કરો.
- બેટરને બાઉલમાં કાઢી લો અને સતત હલાવતા રહો જેથી બેટર ફ્લફી થાય. તેમાં ઈનો ઉમેરો અને ફરીથી મિક્સ કરો.
- એક નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેને તેલથી ગ્રીસ કરો. તવા પર ૨ ચમચી બેટર રેડો અને તેને ગોળ આકારમાં ફેલાવો. એક બાજુ રાંધો અને પછી બીજી બાજુ ફેરવો.
- મખાના ઢોસાને ચટણી અથવા દહીં સાથે સર્વ કરો અને ખાઓ.