નેતન્યાહૂની ધમકી: ‘ઈરાને મોટી ભૂલ કરી, હવે ભોગવવા તૈયાર રહે…’

ઈઝરાયેલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા પછી મધ્ય-પૂર્વમાં દુનિયાને જેનો ડર સતાવી રહ્યો હતો તે આખરે સાચો પડયો છે.

Israel Iran War: Israel's Iran attack carefully calibrated after internal splits, US pressure - The Times of India

ઈઝરાયેલે અગાઉથી આપેલી ચેતવણી મુજબ તેનું સૈન્ય મંગળવારે દક્ષિણ લેબનોનમાં ઘૂસ્યું હતું અને જમીની હુમલો કરતા હિઝબુલ્લાહના સ્થળોને નિશાન બનાવ્યા હતા. બીજીબાજુ અંતે ઈરાન પણ મધ્ય-પૂર્વના યુદ્ધમાં કૂદી પડયું છે. ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર ૧૦૦ થી વધુ મિસાઈલનો મારો કર્યો હોવાનો આઈડીએફે દાવો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલમાં તેલ અવિવ નજીક આતંકી હુમલો પણ થયો છે.

News - Latest News, Breaking News, Bollywood, Sports, Business and Political News | Times of India

ઈરાને આખરે મંગળવારે રાતે ઈઝરાયેલ પર હુમલો કરી દીધો છે. ઈરાને ઈઝરાયેલના અનેક વિસ્તારો પર ૫૦૦થી વધુ મિસાઈલ છોડયા છે. ઈઝરાયેલના સૈન્યે કહ્યું કે, ઈરાને બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈરાનના આ હુમલાની અમેરિકાએ અગાઉથી જ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકન પ્રમુખ બાઈડેને ઈરાનની મિસાઈલોને તોડી પાડવા માટે તેના સૈન્યને આદેશ આપ્યો છે. આ હુમલા બાદ નેતન્યાહૂએ ધમકી આપી હતી કે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી દીધી છે, હવે તેણે  કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ. 

Israel: Hamas says Iran attack on Israel 'legitimate and deserved' - The Times of India

નેતન્યાહૂએ ઈરાન તરફથી હુમલો બંધ થયા બાદ સાંજે કહ્યું કે ઈઝરાયલ પર કરાયેલો ઈરાનનો હુમલો નિષ્ફળ રહ્યો છે. અમારી ડિફેન્સ સિસ્ટમે તેને નિષ્ફળ બનાવ્યો. હવે અમે જ સ્થળ અને સમય નક્કી કરીને ઈરાનને આ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. નેતન્યાહૂએ આ હુમલાનો સામનો કરવામાં મદદ કરનારા અમેરિકાને પણ આભાર વ્યક્ત કર્યો હતો. જોકે ઈઝરાયલ દ્વારા ઈરાનથી બદલો લેવા અંગે નેતન્યાહૂની ધમકીથી દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે અને ફરી એકવાર વિશ્વયુદ્ધ શરૂ થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Israel Iran War Live Updates: Israel used locally developed missile 'Rampage' in Iran attack - The Times of India

ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા પછી ઈરાને ચેતવણી આપી હતી કે ઝાયોનિસ્ટ શાસનના આતંકી હુમલાઓ સામે આ અમારી કાયદાકીય, તર્કસંગત પ્રતિક્રિયા છે. તહેરાનમાં હમાસના વડા હાનિયેહ, લેબનોનમાં હિઝબુલ્લાહ ના વડા નસરલ્લાહના મોતનો બદલો લેવા આ હુમલો કરાયો છે. ઈઝરાયેલ આ હુમલા સામે જવાબી કાર્યવાહી કરશે તો તહેરાનની પ્રતિક્રિયા વધુ વિનાશક હશે. ઈરાનના આ હુમલા વચ્ચે અમેરિકન પ્રમુખ બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરીસ તેમજ વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે ચર્ચા કરી હતી.

9News - Latest news and headlines from Australia and the world

આ પહેલાં લેબનોનમાં હિઝબુલ્લાહ ના વડા નસરલ્લાહને ખતમ કર્યા પછી ઈઝરાયેલે મર્યાદિત ગ્રાઉન્ડ ઓપરેશનની ચેતવણી આપી હતી, જે મુજબ ઈઝરાયેલના સૈન્યે મંગળવારે દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કરીને હિઝબુલ્લાહ ના સ્થળોને નિશાન બનાવ્યા છે. આ સાથે આઈડીએફે હિઝબુલ્લાહ ના આતંકીઓ વિરુદ્ધ નવો મોરચો ખોલી દીધો છે. 

Iran's Tepid Response (So Far) - The New York Times

આઈડીએફે એક્સ પોસ્ટ પર કહ્યું કે થોડાક કલાક પહેલાં જ અમારા સૈન્યે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ ના આતંકી સ્થળો વિરુદ્ધ ગુપ્ત બાતમીના આધારે મર્યાદિત અને ટાર્ગેટેડ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ઈઝરાયેલની એરફોર્સ અને આર્ટિલરીએ ગ્રાઉન્ડ ફોર્સને મદદ કરવા ટાર્ગેટેડ હુમલા ચાલુ રાખ્યા છે. 

Israel closes schools amid Iran threat - The Times of India

બીજીબાજુ હિઝબુલ્લાહ દાવો કર્યો છે કે તેણે તેલ અવિવમાં મોસાદના મુખ્યાલય પર મિસાઈલ હુમલો કર્યો છે. આ સિવાય ઈઝરાયેલ પોલીસે જણાવ્યું હતું કે, તેલ અવિવની નજીક જાફામાં આતંકી હુમલો થયો હતો. બે આતંકીઓએ જાફામાં અંધાધૂંધ ગોળીબાર કરતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. 

Death toll rises as Israel battles Hamas

ઈઝરાયેલ પોલીસે બંને આતંકીઓને ઠાર કરી દીધા છે તેમ ઈઝરાયેલે તેની સત્તાવાર એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું. ગોળીબારની આ ઘટના મધ્ય ઈઝરાયેલમાં લાઈટ રેલવે સ્ટેશન પાસે થઈ હતી. ટ્રેનમાંથી ઉતરતી વખતે સુરક્ષા દળોએ બંને આતંકીને ઠાર કર્યા હતા. જોકે, તેમને આ વિસ્તારમાં હજુ એક આતંકી હોવાની આશંકા છે.

ધડાધડ મિસાઈલો ઝિંક્યા બાદ ઈરાને ઈઝરાયલને આંખ બતાવી, કહ્યું - 'જો જવાબી કાર્યવાહી કરી તો...' 1 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *