ડાયાબિટીસ દર્દી માટે ખુશખબર

ચીનના વૈજ્ઞાનિકોએ ટાઈપ ૧ ડાયાબિટીસ પીડિત મહિલાને સ્ટેમ સેલ થેરાપી વડે ડાયાબિટીસ મુક્ત કરી છે. જાણો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થેરાપી છે.

Diabetes: ડાયાબિટીસ દર્દી માટે ખુશખબર, ચીનમાં ટાઈપ 1 ડાયાબિટીસ મટાડવાનો પ્રયોગ સફળ, જાણો સ્ટેમ સેલ થેરાપી શું છે

ડાયાબિટીસ ગંભીર બીમારી છે. ડાયાબિટીસના બે પ્રકાર છે, એક ટાઇપ-1 ડાયાબિટીસ અને બીજો ટાઇપ-૨ ડાયાબિટીસ. ટાઇપ ૧ ડાયાબિટીસ જિનેટિક હોય છે, જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દ્વારા કન્ટ્રોલ થાય છે. જ્યારે ટાઇપ ૨ ડાયાબિટીસ ખરાબ આહાર, કથળતી જતી જીવનશૈલી અને તણાવને કારણે થતી બીમારી છે, જે ગમે ત્યારે કોઈને પણ થઈ શકે છે. ટાઇપ-૧ ડાયાબિટીસ માટે ફેમેલી હિસ્ટ્રી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ટાઇપ-૧ ડાયાબિટીસમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી, ઇન્સ્યુલિનના અભાવે બ્લડમાં સુગરનું પ્રમાણ ઊંચું રહે છે.

Addressing India's Diabetes Dilemma: Never Too Early To Test But May Be Too Late To Treat

ડાયાબિટીસ તંદુરસ્ત લાઇફસ્ટાઇલ અને ડાયટ દ્વારા જ કન્ટ્રોલ કરી શકાય છે, તે મટાડવી મુશ્કેલ છે. જો કે ચીનમાં વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક મહિલાને ટાઈપ ૧ ડાયાબિટીસ મટાવી ડાયાબિટી મુક્ત કરી ઇતિહાસ સર્જ્યો છે.

Chinese woman finds type 1 diabetes reversed after stem cell transplant in world first, DrugsControl Media Services

ચીનમાં વૈજ્ઞાનિકોએ એક મહિલાના ટાઇપ-૧ ડાયાબિટીસને રિવર્સ કરીને વિશ્વમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ટાઈપ-1 ડાયાબિટીસ પીડિત મહિલાના ડાયાબિટીસને રિવર્સ કરવા માટે વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની મદદ લીધી છે. આવો જાણીએ શું છે આ થેરાપી, જેની મદદથી ટાઇપ-૧ ડાયાબિટીસ પીડિત મહિલા હવે ડાયાબિટીસ મુક્ત થઇ ગઇ છે.

New Method to Boost Supply of Life-Saving Blood Stem Cells

સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું?

તિયાનજિન ફર્સ્ટ સેન્ટ્રલ હોસ્પિટલ અને પેકિંગ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે આ ઇતિહાસ રચ્યો છે. પબ્લિક હેલ્થ ઇન્ટેલેક્ચ્યુઅલ ડો.જગદીશ હિરેમથ જણાવે છે કે, ચીનના વૈજ્ઞાનિકોએ રાસાયણિક રીતે તૈયાર કરેલા પ્લુરિપોટન્ટ સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને ટાઇપ ૧ ડાયાબિટીસના દર્દીની સફળતાપૂર્વક સારવાર કરી છે.

જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઇન્સ્યુલિન ઉત્પાદક બીટા કોષો પર હુમલો કરે છે ત્યારે ટાઇપ ૧ ડાયાબિટીસ થાય છે, જેના કારણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે અને શરીરને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે તેને ઇન્જેક્ટ કરવું પડે છે.

સંશોધનકારોએ ડાયાબિટીઝ રિવર્સ કરવા માટે દર્દીની પોતાની કોશિકામાં CiPSCs વિકસિત કર્યા અને બીટા કોષો બનવા માટે તેને રાસાયણિક રીતે રિપ્રોગ્રામ કર્યા. ત્યારબાદ આ રિપ્રોગ્રામ કરાયેલી કોશિકાઓને દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, જ્યાં દર્દીના શરીરમાં જ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જે અસરકારક રીતે સ્વાદુપિંડની કામગીરીને પુનઃસ્થાપિત કરે છે. સમય જતાં, દર્દીના બ્લક સુગર લેવલમાં સુધારો જોવા મળ્યો હતો અને તેમની ઇન્સ્યુલિન પર નિર્ભરતામાં પણ ઘટાડો થયો હતો.

Type 1 Vs Type 2 Diabetes: Know more in Details

ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતી મહિલા કેવી રીતે થઇ ડાયાબિટીસ મુક્ત

ચીનના તિયાનજિનની ૨૫ વર્ષીય મહિલા ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત હતી, જે હવે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી મુક્ત છે. ૨૫ વર્ષની આ મહિલાએ જણાવ્યું કે તે હવે ડાયાબિટીસથી મુક્ત છે અને હવે તે સુગરનું સેવન કરી શકે છે. આ મહિલાઓ લગભગ અઢી મહિનાના સેલ ટ્રાન્સપ્લાન્ટ પછી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે.

શરદપૂનમ…માડી મારે જોવા છે તમને રમતા રે….. | મન નો વિશ્વાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *