ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશ હવે આમને-સામને છે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની વાત ધમકી આપી દીધી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.
જી-૭ દેશોએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે, પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.
બાઈડેને કહ્યું કે ઈરાન દ્વારા કરાયેલા બેલિસ્ટિક મિસાઇલ હુમલાના જવાબમાં ઇરાનની પરમાણુ સાઇટ્સ પર ઇઝરાયેલના કોઈપણ હુમલાને સમર્થન નહીં આપીએ અને ઇઝરાયેલને તેના દુશ્મન સામે પ્રમાણસર કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. ઈરાને ઈઝરાયેલ પર ૧૮૦ થી વધુ મિસાઈલો ઝિંક્યાના એક દિવસ બાદ બાઈડેને આ વાત કહી હતી.
જોકે, બાઈડેને અગાઉ ઈરાનના આ હુમલાને બિનઅસરકારક ગણાવ્યો હતો.