જાણો ૦૪/૧૦/૨૦૨૪ શુક્રવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજે શારદીય નવરાત્રીનો બીજી દિવસ છે.

Pin page

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

ચંદ્રદર્શન

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ (ક.) ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ :- તુલા (ર.ત) રાશિ આવે.

નક્ષત્ર :- ચિત્રા ૧૮ ક. ૩૮ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-તુલા

હર્ષલ (યુરેનસ વૃષભ નેપચ્યુન – મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૧૨/વ્રજ માસ : આસો માસ-તિથિ-વાર :- આસો સુદ બીજ

– ચંદ્રદર્શન

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબિઉલઅવ્વલ માસનો ૩૦ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૧ માસનો રોજ રામ

નવરાત્રી 2020: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, શું પ્રસાદ  ચઢાવવું

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

વૃષભ, સિંહ અને મીન રાશિના જાતકોને આજે મળશે દરેક કામમાં સફળતા…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

🔱Happy Navratri 2023 Wishing Link🔱 || Happy Navratri 2023 Wishing🔱

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની વિચારસરણીનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો રહેશે. આજે લોકો તમારા સૂચનોને આવકારશે. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા હશે તો આજે તેમણે પોતાના એ પ્રયાસો ચાલુ રાખવા પડશે. સંતાનો સાથે મોજ-મસ્તી કરવામાં થોડો સમય વિતાવશો. તમારે તમારા સાથીઓ સાથે મિત્રોની જેમ વર્તે છે. તમારી વાણીની નમ્રતા તમને માન અપાવશે, પરંતુ કાર્યસ્થળ પર તમારા પર કોઈ ખોટું હોવાનો આરોપ લાગી શકે છે, જેમાં તમારે તમારા વિચારો લોકોની સામે રજૂ કરવા પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસ કરતાં સારો રહેશે. આજે તમે કોઈ લોન લીધી હશે તો તેને ચૂકવવામાં સફળ રહેશો. પરિવારનો કોઈ સભ્ય આજે નોકરી માટે ઘર-પરિવારથી દૂર જઈ શકે છે. આજે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે, કારણ કે તમે એક સાથે ઘણા બધા કામ હાથ પર લેશો. થોડું સમજી વિચારીને કોઈ પણ કામ કરવું પડશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારી સાથે કામ કરવાનો રહેશે. આજે તમારે તમારી જવાબદારીઓમાં બેદરકારી દેખાડવાનું ટાળવું પડશે. કેટલાક નવા રોકાણથી આજે તમને લાભ થઈ રહ્યો છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ભાગદોડમાં વ્યસ્ત રહેશો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય, તો તમે તેને પરત પણ મેળવી શકો છો. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના પંથે આગળ વધવાનો રહેશે. તમે તમારા કામમાં બિલકુલ આરામ કરશો નહીં અને તમને જે પણ કામ મળશે તે પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. જે લોકો ડિઝાઈનિંગ કે માર્કેટિંગનો બિઝનેસ કરે છે તેમને ચોક્કસ મહેનત કરવી પડશે. તમારા ઘરેલુ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે પ્રકાશમાં આવી શકે છે, જેના માટે તમારે તેમની પાસેથી માફી માંગવી પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ અત્યંત ફળદાયી રહેવાનો છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરશો તો તે તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. જો લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદમાં ફસાયેલા હોવ તો નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે, પરંતુ જો તમે પરિવારના કોઈ સભ્યને કોઈ સૂચન આપો છો તો તેને ખૂબ સમજી વિચારીને આપો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે. તમે તમારા ઘરના નવીનીકરણ પર પણ ઘણો ખર્ચ કરશો. તમારી સંપત્તિમાં આજે વધારો થશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે, કારણ કે કામના સ્થળે આજે તમારા સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે તમારા સ્વાસ્થ્યમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરશે. આજે વાહનોનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ, નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. વિદ્યાર્થીઓએ પોતાનું વર્તન બદલવાની જરૂર છે, નહીંતર તેમની આળસની આદતને કારણે તેઓ કોઈપણ પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકશે નહીં.

તુલા રાશિના જાતકોને એક પછી એક સારા સમાચાર મળતા રહેશે, જેના કારણે ચારેબાજુ વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા પિતા વિભાજન અંગે પરિવારના સભ્યો સાથે વાત કરશે. જો તમારી કોઈ યોજના લાંબા સમયથી પેન્ડિંગ હતી, તો તે પણ પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા બાળકની કારકિર્દીને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. તમને પ્રમોશન મળવાના કારણે તમારા ઘરે પાર્ટીનું આયોજન થવાની સંભાવના છે.

આ રાશિના જાતકોનું મન આજે કોઈ કામ પૂરું ન થવાને કારણે પરેશાન રહેશે. આજે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે. તમે પ્રગતિના માર્ગ પર સતત આગળ વધશો. આજે તમને કોઈ કંઈ પણ કહે તો તેની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે કોઈપણ પરીક્ષામાં ભાગ લીધો હતો તો આજે તેનું પરિણામ જાહેર થયા બાદ વાતાવરણ ખુશનુમા બની જશે. તમે આજે તમારા ઘરમાં શોખની કેટલીક વસ્તુઓ પણ લાવશો.

ધન રાશિના જાતકોએ આજે પોતાના વાણી અને વર્તનમાં મિઠાશ જાળવી રાખવી પડશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે પોતાના કામને કારણે નવી ઓળખ મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન અને ટ્રાન્સફરની તક મળી શકે છે. તમે તમારા બાળકોના શિક્ષણને લઈને ચિંતિત રહેશો, જેના માટે તમે તેમને કોઈ કોર્સમાં એડમિશન પણ અપાવી શકો છો. આજે બિઝનેસમાં પાર્ટનરશિપ કરવાનું ટાળો, કારણ કે નહીં તો મુશ્કેલીમાં પડી જશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમને તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ચઢાવ ઉતાર જોવા મળશે. તમારી બેદરકારીને કારણે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વકરી શકે છે. આજે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે, પરંતુ ખર્ચને લઈને તમને માથાનો દુખાવો રહેશે. તમારી પારિવારિક જવાબદારીઓમાં ઢીલ ન કરો, નહીં તો પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકોને આજે દરેક કામમાં પાર્ટનરનો પૂરેપૂરો સાથ-સહકાર મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ માટે નવી નવી યોજનાઓ બનાવવાનો રહેશે, આ યોજનાઓ વિશે જાણીને લોકો પણ આશ્ચર્ચચકિત રહી જશે. આજે જે પણ કામ હાથમાં લેશો એમાં તમને ચોક્કસ સફળતા મળશે. તમે વરિષ્ઠ સભ્યોની મદદથી પારિવારિક સમસ્યાઓ સરળતાથી હલ કરી શકશો. તમારા વર્તનમાં મધુરતા જાળવી રાખો. કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોના કામમાં આજે વધારો થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમે તમારા જીવનસાથીના કરિયરને લઈને થોડા ચિંતિત રહેશો. વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા આવી રહી હશે તો તેના માટે બેદરકારી જવાબદાર રહેશે. આજે તમારો કોઈ મિત્ર તમને પૈસા ઉધાર લેવા માટે કહી શકે છે, જેને તમારે ખૂબ સમજી વિચારીને પૈસા આપવા પડશે. તમારા કેટલાક કામ પૂરા થતા રહી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

Shardiya navratri day two brahmacharini mata puja upasana - નવરાત્રીના બીજા  દિવસે માતા બ્રહ્મચારિણીની થાય છે પૂજા

આજે શારદીય નવરાત્રીનો બીજી દિવસ છે. આ દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારિણી રૂપની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી તર, ત્યાગ અને સંયમના આશીર્વાદ મળે છે.

Chaitra navratri 2023 day 2 maa brahmacharini aarti puja vidhi bhog mantra  | Chaitra Navratri 2023 Day 2: ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે જાણો મા  બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મુહૂર્ત અને મંત્ર ...

૪ ઓક્ટોબરે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી નવદૂર્ગામાંથી બીજી શક્તિ છે. બ્રહ્મચારિણી માતાને તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તપ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમમાં વૃદ્ધિ થાય છે.

ચૈત્ર નવરાત્રી 2023 દિવસ 2: કયા મંત્રો દ્વારા અને કઇ રીતે કરવામાં આવે છે મા  બ્રહ્મચારિણી પૂજા વિધિ | Chaitra Navratri 2023 Day 2: Maa Brahmacharini  Puja Shubh Muhurat Vidhi ...

કાર્યોમાં આવનાર મુશ્કેલી દૂર થાય છે અને વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મળે છે. દેવી માતા પોતાના સાધકને દુર્ગુણો અને દોષોથી દૂર રાખે છે. આવો જાણીએ નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજાવિધિ, મંત્ર, આરતી, પ્રિય ભોગ સહિત સંપૂર્ણ જાણકારી.

Whole story of maa brahmacharini

  • શારદીય નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા ધારણ કરો.
  • તેના બાદ ઘરના મંદિરથી વાસી ફૂલ હટાવીને મંદિર સાફ કરો.
  • માતાજીના સામે દિવો કરો. હવે માતાને ફળ, ફૂલ, ધૂપ-દીપ, ચંદન અને અક્ષત અર્પિત કરો.
  • બ્રહ્મચારિણી માતાની વિધિ-વિધાનથી પૂજા કરો અને તેમના મંત્રોનો જાપ કરો.
  • બ્રહ્મચારિણી માતાની આરતી કરો અને અંતમાં બધા દેવી-દેવતાઓની સાથે માતા દુર્ગાની આરતી કરો.

Why-is-Mata-Brahmacharini-worshiped-on-the-second-day-of-Navratri?-Know-which-mantra-should-be-chanted-to-please-Mother?

માતાજીને સફેદ અને સુગંધિત ફૂલ અર્પિત કરો. માતાજીને કમળના ફૂલ પણ ચડાવવામાં આવે છે.

નવદુર્ગાના બીજા રૂપ માતા બ્રહ્મચારિણીને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. આ દિવસે સફેદ રંગ ધારણ કરી માતાજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી વિશ્વ સમાચાર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *