ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ

ઈઝરાયલ: હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો.

ઈઝરાયલનો ઈરાનને આક્રમક જવાબ, હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો 1 - image

ઈરાનના ૧૮૦ મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે બેરૂત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક ૧૦ હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું. આ સાથે ઈઝરાયલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઈઝરાયલે હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીને ઠાર કર્યાનો પણ દાવો છે. 

અહેવાલો અનુસાર, ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશિમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલી સેનાના ૧૭ અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, વેસ્ટ બેંક તુલકારમ પર  ઈઝરાયલના હુમલામાં હમાસ નેટવર્કના વડાને ઠાર કરાયો છે. હમાસ આતંકીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફી થઈ છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Israel Hezbollah War Live Updates: Killed Hezbollah chief Hassan  Nasrallah's burial ceremony to take place on Friday, says report - The  Times of India

ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે, ‘જો ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.’ જો કે, જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *