ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી…

ગોવિંદાએ ચાહકોની સામે હાથ જોડી, ફ્લાઈંગ કિસ આપી.

Govinda bullet incident: Actor gets discharged from hospital after injury

Entertainment : Govinda Firing Case: गोविंदा अस्पताल से हुए डिस्चार्ज, पहली  वीडियो आई सामने, लोगों का किया शुक्रिया अदा - Khabar Uttarakhand - Latest  Uttarakhand News In Hindi ...

બોલિવૂડ એક્ટર ગોવિંદા પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ઘાયલ થયો હતો. આ અકસ્માત બાદ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે ગોવિંદા સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હૉસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ અભિનેતાએ હાથ જોડીને બધાનો આભાર માન્યો અને બધાના આશીર્વાદ અને પ્રાર્થના માટે પણ આભાર માન્યો. ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તમે ચિચીની હાલત પણ જોઈ શકો છો.

Govinda was seen in a wheelchair for the first time after the shooting,  folded his hands in front of the fans, thanked the fans with wet eyes. |  ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા અપાઈ:

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોવિંદા વ્હીલ ચેર પર બેઠા છે. આ દરમિયાન અભિનેતાની પત્ની અને પુત્રી ટીના તેની સાથે હાજર છે. હૉસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ ચિચીએ બધાની સામે હાથ જોડીને કહ્યું કે બધાનો આભાર. આ દરમિયાન અભિનેતાએ તમામ ચાહકોને ફ્લાઈંગ કિસ આપી અને ગોવિંદા પણ ભાવુક દેખાયા. અભિનેતા હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ તેના ચાહકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી.

Govinda was shot in the leg, his wife Sunita rushed to the hospital, said  will be discharged in few days | गोविंदा के पैर में गोली लगी, हॉस्पिटल  पहुंचीं पत्नी सुनीता: कहा-

ગોવિંદાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિડિયોમાં ગોવિંદા કારમાં બેસીને પોતાના ઘરે જવા નીકળેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક્ટરના ડિસ્ચાર્જનો વીડિયો સામે આવતા જ યુઝર્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. તેના પર એક યુઝરે લખ્યું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. અન્ય એક યુઝરે લખ્યું કે તમારું જીવન ખૂબ જ કિંમતી છે, કૃપા કરીને તમારું ધ્યાન રાખો. ત્રીજા યુઝરે લખ્યું કે પ્લીઝ જલ્દી સ્વસ્થ થાઓ. આ પ્રકારની કોમેન્ટ કરીને યુઝર્સ હવે ગોવિંદાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Govinda discharged from hospital after gunshot incident; daughter Tina  Ahuja cries on seeing fans' love for dad. Watch | Bollywood - Hindustan  Times

મંગળવારે સવારે લગભગ ૦૪:૪૫ વાગ્યે આ ઘટના બની હતી. ગોવિંદા કોલકાતા જતા પહેલા પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો, આ દરમિયાન હાથમાંથી બંદૂક નીચે પડી જતા ગોળીબાર થયો હતો અને ગોળી અભિનેતાના પગમાં વાગી હતી. તપાસમાં રિવોલ્વરમાં ૬ ગોળીઓ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં હાજર લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો કે તરત જ તેઓ અભિનેતા હોસ્પિટલ લઈ ગયા હતા.

Govinda firing case : पुलिस को मिले महत्वपूर्ण सुराग, जल्द खुलेगा मामला!

ફાયરિંગનો કેસ હોવાથી પોલીસ તપાસ પણ કરવામાં આવી હતી. જેમાં આ ઘટના એક અકસ્માત હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *