બોટ પલટી જતા ૭૮ લોકોના મોત.
મધ્ય આફ્રિકન દેશ કોંગોના પૂર્વ ભાગમાં કિવુ તળાવમાં ગુરુવારે સેંકડો મુસાફરોને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા ૭૮ લોકોના મોત થયા હતા. દક્ષિણ કિવુ પ્રાંતના ગવર્નર જીન જેક્સ પુરુસીએ જણાવ્યું કે બોટમાં ૨૭૮ લોકો સવાર હતા.ગવર્નર જીન-જેક્સ પુરસીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭૮ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે. અગાઉ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતાં વધુ મુસાફરો હતા. દેશના પૂર્વ ભાગમાં કિતુકુ બંદરથી થોડાક મીટર દૂર બોટ ડૂબી ગઈ હતી. બોટ તેના બંદર સુધી પહોંચવાની હતી, પરંતુ બોટ તેના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ ડૂબી ગઈ હતી.
દુર્ઘટનામાં સામેલ બોટ દક્ષિણ કિવુ પ્રાંતના મિનોવાથી ઉત્તર કિવુ પ્રાંતના ગોમા જઈ રહી હતી. ગોમાના કિનારે પહોંચતા જ બોટ અકસ્માતનો ભોગ બની અને ડૂબી ગઈ. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બોટ પહેલા એક તરફ નમેલી છે અને પછી ડૂબી ગઈ છે.