સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી.
દેશમાં આવતીકાલથી એટલે કે 3 ઓક્ટોબરને ગુરુવારથી શારદીય નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્વ છે. આ સમય દરમિયાન ઘણા લોકો નવ દિવસ ઉપવાસ કરે છે અને માતાના દરેક સ્વરૂપની પૂજા પણ કરે છે. જે લોકો ઉપવાસ કરે છે તે આ દિવસોમાં ફળોની સાથે સાબુદાણાની ખીચડી પણ ખાય છે.
નકલી સાબુદાણા ખાવાથી તમે બીમાર પડી શકો છો
ઘણી વખત બજારમાં યોગ્ય સાબુદાણા મળતા નથી અને લોકો નકલી સાબુદાણાને પોતાના ઘરે લાવે છે. તમને જણાવી દઇએ કે નકલી સાબુદાણા બનાવવામાં કેલ્શિયમ સલફ્યુરિક એસિડ, સોડિયમ હાયપોક્લોરાઇટ, બ્લીચિંગ એજન્ટ, ફોસ્ફોરિક એસિડ સહિતના ઘણા કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેને ખાઇને તમે બીમાર પણ થઇ શકો છો.
સાબુદાણા અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવા?
આજે અમે તમને જણાવીશું કે સાબુદાણાને સરળતાથી કેવી રીતે ઓળખી શકાય. તેને ખરીદતા પહેલા તમે તેને આ રીતે ઓળખી શકો છો કે તે અસલી છે કે નકલી, તો આવો જાણીએ.
- તમે તેને પાણીમાં નાખી શકો છો. તેને પાણીમાં નાખ્યા બાદ તેમાં સ્ટાર્ચ દેખાવા લાગશે અને તે લીસ્સા થઈ જશે. બીજી તરફ જો સાબુદાણા નકલી હશે તો તે પાણીમાં તેવા ને તેવા જ રહેશે. જેમાં પાણીમાં નાખ્યા પહેલા હતા.
- અસલી સાબુદાણાને ઓળખવા માટે તમે તેને ચાવી શકો છો. જ્યારે ચાખળો ત્યારે તેનો સ્વાદ તમને ચોખા જેવો લાગશે અને તે તમારા દાંત પર ચીકણું હોય તેવું લાગી શકે છે. જો સાબુદાણા નકલી હોય તો તે કિરકિરા જેવા લાગશે.
- સાબુદાણા અસલી છે કે નકલી તે જોવા તમે તેને સળગાવીને પણ જોઇ શકો છો. જો સળગાવવા પર તે મોટા થઇ જા તો તે અસલી છે. જ્યારે નકલી સાબુદાણા સળગાવ્યા બાદ તે બળીને રાખ બની જશે.