નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડા.
આજનુ પંચાંગ
વિનાયક ચોથ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ. (સુ) ૭ (ક.) ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ : તુલા (ર,ત) ૧૭ ક. ૩૫ મિ. સુધી પછી વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૨૪ ક. ૨૧ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-તુલા ૧૭ ક. ૩૫ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૬:૩૦ થી ૧૮:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦ દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો / ૧૪ / વ્રજ માસ : આસો
માસ-તિથિ-વાર : આસો સુદ ત્રીજ
– વિનાયક ચોથ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૩મો રોજ દએપદીન
આજ નું રાશિફળ
વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ થશે, જાણો બાકીની રાશિના શું છે હાલ ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન જીવી રહેલાં લોકો માટે આનંદદાયક રહેશે. જીવનમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે કેટલીક ખાસ ક્ષણો વિતાવશો. જો તમે કાર્યસ્થળમાં કોઈ કામને લઈને થોડો તણાવ અનુભવી રહ્યા હતા, તો તે પણ દૂર થતો જણાય છે. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આજે કોઈને કંઈ પણ કહેતાં પહેલાં તમારે ખૂબ જ સમજી વિચારીને બોલવું પડશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વધારો કરવાનો રહેશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ ઘણી હદ સુધી થશે. તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે, તો જ તે પૂર્ણ થતા જણાય છે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો અને તમે તમારા માતાપિતા સાથે કોઈ મહત્વપૂર્ણ કામ વિશે ચર્ચા કરી શકો છો. આજે વધારે પડતાં કામને કારણે તમને થોડો માનસિક ત્રાસ થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે સારો રહેશે. તમને કોઈ ભૂલ માટે પસ્તાવો થઈ શકે છે. તમારું મન ભગવાનની ભક્તિમાં લીન થઈ જશે, જેને જોઈને તમારા પરિવારના સભ્યો પણ ખુશ થશે. તમારે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમારા બાળકને એવોર્ડ મળે છે, તો તમે તેના માટે ઉજવણીનું આયોજન કરી શકો છો. કામના સ્થળે તમારા સહકર્મચારીઓ પણ તમારા કામથી ખુશ થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ- સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારે તમારા ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. ભાઈની મદદથી આજે કોઈ પણ કામ પૂરા કરવામાં તમને સરળતા રહેશે. આજે ઘરે કોઈ શુભ કે માંગલિક કાર્યનું આયોજન થશે. જો તમે કોઈ સાથે કોઈ કામ અંગે ચર્ચા કરી હોય તો તે કાર્ય પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાય. તમારે લાભની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ આનંદદાયક રહેશે. આજે તમારા માટે પ્રગતિના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. જો તમે પૈસાને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે, કારણ કે તમારા માટે કોઈપણ કાર્ય પૂર્ણ કરવું સરળ રહેશે. જો તમારો કોઈ રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો તમારી પરેશાની વધી શકે છે. તમારા માતા-પિતાના સહયોગથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણી સારે રહેશે. આજે પારિવારિક સમસ્યા અંગે તમે માતા-પિતા સાથે વાત કરશો. તમારા મનમાં આજે કોઈ ઈર્ષ્યા કે નફરતની ભાવનાને સ્થાન ના આપો. સંતાનને નવી નોકરી મળી શકે છે. જો તમારા સ્વાસ્થ્યમાં થોડો બગાડ હતો, તો તે પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે. તમે તમારા માટે નવું ઘર ખરીદી શકો છો. જો તમે ક્યાંક પ્રવાસ પર જઈ રહ્યા છો, તો તમારા કિંમતી સામાનનું ધ્યાન તમારે જ રાખવું પડશે.

આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તમારે તમારા નવા કાર્યો વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે. તમારું ભાગ્ય મજબૂત રહેશે, જે સમાજમાં તમારી એક નવી ઓળખ બનાવશે. તમારા બાળકના શિક્ષણને લઈને તમને થોડું ટેન્શન રહેશે. તમે કોઈ મિત્રના ઘરે પૂજા વગેરેમાં હાજરી આપી શકો છો. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

આજનો દિવસ તમારા માટે પ્રગતિના પંથે આગળ વધવાનો રહેશે. રાજકારણમાં કામ કરતા લોકોએ થોડું ધ્યાન આપવાની જરૂર છે. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે તેના માટે ડૉક્ટરની મુલાકાત લેવી પડી શકે છે. તમારો વ્યવસાય પહેલા કરતા વધુ વધશે, જે તમને ખુશી આપશે. કાર્યસ્થળમાં તમારે તમારા વરિષ્ઠોની વાત પર વધારે ધ્યાન ન આપવું જોઈએ. તમે નાના બાળકો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો.

ધન રાશિના રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે કોઈ જગ્યા પર પ્રવાસ પર જાવ તો વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો. જીવનસાથીના સ્વાસ્થ્યમાં આજે કોઈ સમસ્યા જોવા મળશે. આ બાબતે બેદરકારી દેખાડવાનું ટાળો. આજે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે, તો જ તમને સારો લાભ મળી શકશે. તમે તમારા ભવિષ્ય માટે સારું રોકાણ કરવા વિશે વિચારી શકો છો. તમારા બાળકને કોઈ એવોર્ડ મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે તમે બિઝનેસ માટે પરિવારના કોઈ વડીલ સભ્યની સલાહ લેશો. વૈવાહિક જીવનમાં આજે તાણ અનુભવાસે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. રોજગારની શોધમાં અહીં-ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારમાં આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે તમારા અધૂરા કામ પૂરા થવાની શક્યતા છે. આજે તમે મિત્રો સાથે કેટલીક યોજનાઓ બનાવશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. લાંબા અંતરની યાત્રા પર જશો. વેપારમાં આજે ઈચ્છિત નફો થશે અને તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ પારિવારિક સમસ્યા સતાવી રહી હશે તો સાથે બેસીને એનો ઉકેલ લાવોય પરિવારનો કોઈ સભ્ય આજે ફોન પર તમને સારા સમાચાર આપશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કાર્યમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. આજનો દિવસ તમે ધાર્મિક કાર્યમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશો. તમારી વિશ્વસનીયતા અને સન્માનમાં વૃદ્ધિ થશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ આવશે અને તેમની સાથે તમારા સંબંધોમાં સુધારો થશે. તમારે કોઈપણ વ્યવહાર ખૂબ જ સમજી વિચારીને કરવાની જરૂર છે. તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખો. માતા-પિતાના આશિર્વાદતી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે.
આજે શારદીય નવરાત્રીનો ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ સંસારે શ્વાસ લેવાની શરૂઆત કરી, એટલે કે તેમનાથી જ આ સૃષ્ટિનું સર્જન થયું. જ્યારે બ્રહ્માંડમાં ચારે બાજુ અંધકાર ફેલાયો હતો. ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના મંદ સ્મિતથી અંધકારનો નાશ કર્યો અને બ્રહ્માંડમાં પ્રકાશ પાથર્યો. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાનો વાસ બ્રહ્માંડની મધ્યમાં છે અને તે સમગ્ર બ્રહ્માંડનું રક્ષણ કરે છે. આવો જાણીએ નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કેવી રીતે કરવી.
જે વ્યક્તિ સાચા મનથી માતા કુષ્માંડાની પૂજા કરે છે તેના તમામ રોગો અને દોષોનો નાશ થાય છે. તેમજ મા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિને કીર્તિ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ જીવનમાંથી સર્વે અંધકાર દૂર થાય છે. જો વિદ્યાર્થીઓ કુષ્માંડા દેવીની પૂજા કરે તો તેના બુદ્ધિ વિવેક વધે છે. તેની સાથે જ વ્યક્તિની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.