હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ એક્ઝિટ પોલ ભાજપ કરતા કોંગ્રેસ આગળ હોવાનું સુચવે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની ૯૦ બેઠકના પરિણામ ૮ ઓક્ટોબર જાહેર થવાના છે.
એક્ઝિટ પોલ ૨૦૨૪ હરિયાણામાં કોંગ્રેસ માટે જીતનો અણસાર આપી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાં એક્ઝિટ પોલ જાહેર કરાયા છે. જુદી જુદી એજન્સીઓએ પોતાનો એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે કયા એક્ઝિટ પોલમાં ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી કોણ આગળ છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની ૯૦ બેઠકના ચૂંટણી પરિણામ ૮ ઓક્ટોબર જાહેર થશે. હરિયાણામાં અમુક એક્ઝિટ પોલમાં ભાજપ આગળ દેખાઈ રહી છે, તો કેટલાકના મતે ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવામાં આવી રહી છે અને કોંગ્રેસ સરકાર બનાવશે.