ઈઝરાયની ગાઝાની મસ્જિદ પર એર સ્ટ્રાઈકમાં ૧૮નાં મોત.
ઈઝરાયલની સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ સતત હુમલા કરી રહી છે. બીજી તરફ ગાઝામાં પણ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાની એક મસ્જિદ પર રવિવારે વહેલી સવારે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૮ લોકો માર્યા ગયા અને ૨૦ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પેલેસ્ટાઈનની હોસ્પિટલે આ અંગે મહિતી આપી છે.
મધ્ય ગાઝા પટ્ટીમાં દીર અલ-બલાહમાં અલ-અક્સા હોસ્પિટલ નજીકની એક મસ્જિદ પર થયો હતો. ઈઝરાયલ સાથેના યુદ્ધની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં લોકો એકઠા થયા હતા ત્યારે આ હુમલો થયો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝા પર ઇઝરાયલના લશ્કરી હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૪૨,૦૦૦ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.