માલદિવના રાષ્ટ્રપતિ મોઈઝઝૂ આવ્યા ભારત

માલદિવના રાષ્ટ્રપતિ મોઈઝઝૂ અને માલદિવના પ્રથમ મહિલા સાજીદા બંને રવિવારે ૪ દિવસની ભારત યાત્રા પર દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશ ખાતાના રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એમનું સ્વાગત કર્યું હતું અને આવકાર્યા હતા. માલદિવના વડા મુસીબતમાં છે એટલે ભારતની મદદ લેવા માટે અહીં આવ્યા છે.

Maldivian President Muizzu to reset ties with India in first bilateral visit  | Latest News India - Hindustan Times

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુંના આમંત્રણને પગલે તેઓ અહીં આવ્યા છે. ૪ દિવસની યાત્રા દરમિયાન તેઓ દ્રૌપદી મુર્મું ઉપરાંત વડાપ્રધાન મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી જરૂરી ચર્ચા કરવાના છે અને બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માંગે છે.

Mohamed Muizzu: Maldives president visits India amid trouble in tourist  paradise

મોઈઝઝૂ ૬ તારીખ રવિવારથી ૧૦ મી ઓકટોબર સુધી ભારતમાં રહેશે. અત્યારે માલદિવમાં ભારે આર્થિક કટોકટી છે અને પ્રવાસીઓ પણ ઘટી ગયા છે ત્યારે માલદીવ હવે ભારત સામે ઝોળી ફેલાવવા માંગે છે અને સહાયતા કરવા માટે વિનંતી કરે છે.

Maldives' Mohamed Muizzu To Visit India Today Amid Tourism Loss: Bailout  Package, Mending Ties On The

વડાપ્રધાન મોદી સાથે એમની મહત્વની બેઠક થવાની છે અને બંને દેશો અનેક ક્ષેત્રોમાં અને ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. જો કે ભારત કરતાં માલદિવને મદદની વધુ જરૂર છે. આ પહેલા મોઈઝઝૂએ ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું અને ભારતથી પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી ગઈ હતી.

🔱Happy Navratri 2023 Wishing Link🔱 || Happy Navratri 2023 Wishing🔱

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *