ગાડી લે-વેચના ધંધાર્થી સાથે કાર વેચવાના નામે ત્રિપુટીએ કરી ૩ લાખની છેતરપિંડી

આટકોટમાં રહેતા ગાડી લે-વેચના ધંધાર્થી સાથે કાર વેચવાના નામે  રાજકોટની ત્રિપુટીએ ૩ લાખની છેતરપિંડી કરતા યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Car Insurance: Insurance company can reject claim for stolen car if you  don't have all keys

વિગત મુજબ આટકોટમાં રહેતા મુકેશભાઈ વઘાસીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા ચંદ્રવદનભાઈ પુજારા તેનો પુત્ર મીત અને રીંકેશ પટેલનું નામ આપતા જણાવ્યું હતું કે,છ માસ પૂર્વે તેમના મિત્રની બલેનો કાર OLXમાં વેચવા મૂકી હતી.ત્યારે તેને આરોપી રીંકેશે ફોન પર સંપર્ક કર્યો હતો.અને અર્ટિકા કાર વેચવાનું જણાવ્યું હતું જેથી કાર જોવાનું નક્કી કરીને તે આરોપી પિતા પુત્રના ઘરે કાર જોવા માટે ગયા હતા.જ્યા કારનો સોદો કરીને ૩ લાખ રૂપિયા રીંકેશને મુંબઈ આંગડિયામાં કરાવી આપ્યા હતા.પૈસા મળ્યા બાદ રીંકેશે ફોન બંધ કરી દીધો હતો.અને આરોપી પિતા-પુત્રએ પોતાને કારના પૈસા મળ્યા નથી તેમ કહી કાર આપી ન હતી.

पोलिस स्टेशन आवारात फिल्मी स्टाईने रस्त्यावर दोन गटाची भांडणे

ને પોલીસમાં મુકેશભાઈ વિરુદ્ધ છેતરપિંડીની અરજી પણ કરી હતી.જેથી આરોપીએ મુકેશભાઈ પાસેથી કારના પૈસા લઇને કાર ન આપી 3 લાખની છેતરપિંડી કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.

🔱Happy Navratri 2023 Wishing Link🔱 || Happy Navratri 2023 Wishing🔱

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *