અમેરિકાના વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર

વર્ષ ૨૦૨૪ માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

U.S. Scientists Win Nobel Prize For Work On MicroRNA

વર્ષ ૨૦૨૪ માટે નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે અમેરિકાના વિક્ટર એંબ્રોસ અને ગૈરી રૂવકુનને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. બંનેને microRNAની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

Image

આ વર્ષનો એવોર્ડ ૧૯૦૧ બાદથી ફિજિયોલોજી અથવા ચિકિત્સામાં આપવામાં આવતો ૧૧૫ મો નોબેલ પુરસ્કાર છે. ૨૦૨૪ ના ભૌતિકીના નોબેલ પુરસ્કારની ઘોષણા મંગળવારે કરવામાં આવશે, જેના પછી બુધવારે રસાયણ વિજ્ઞાનના પુરસ્કારોની જાહેરાત કરાશે.

વર્ષ ૨૦૨૩ માં કૈટાલિન કારિકો અને ડ્રૂ વીસમેનને ચિકિત્સાનો નોબેલ અપાયો હતો. તેમને ન્યૂક્લિયોસાઈડ બેસ સંશોધનથી સંબંધિત તેમની શોધ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. આ શોધના કારણે કોરોના વાયરસ અથવા COVID-૧૯ વિરૂદ્ધ પ્રભાવી એમઆરએન વેક્સીનના વિકાસમાં મદદ મળી હતી.

૨૦૨૨ માં સ્વીડનના સ્વાંત પૈબૌને ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રે નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમને વિલુપ્ત હોમિનિન અથવા માનવ વિકાસની આનુવાંશિકી (જિનોમ) સાથે જોડાયેલ શોધો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વિજેતાને ૧.૧ મિલિયન ડોલરની રકમ મળશે

শুরু হচ্ছে নোবেল পুরস্কার ঘোষণা, প্রথমে চিকিৎসাশাস্ত্রে

સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ યુનિવર્સિટીની નોબેલ એસેમ્બલી દ્વારા પસંદ કરાયેલ મેડિસિન માટેના વિજેતાઓને ૧૧ મિલિયન સ્વીડિશ ક્રાઉન (૧.૧ મિલિયન ડોલર)ની રકમ મળે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષની જેમ મેડિસિન માટેના પુરસ્કારની પ્રથમ જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય પાંચ નોબેલ શ્રેણીઓ જાહેર કરવામાં આવશે.

Thepla Junction GIFs on GIPHY - Be Animated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *