ઇડીએ આપના કયા નેતાના ઘરે દરોડા પાડયા

ઇડીએ પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે સોમવારે દરોડા પાડ્યા હતા. આપ નેતા મનીષ સિસોદિયાએ તેની જાણકારી આપી હતી. સંજીવ અરોરા પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. એમની સાથે સંબંધિત અન્ય સ્થળો પર પણ દરોડા પડ્યા હતા. મની લોન્ડરિંગ કેસ અંગે કાર્યવાહી થઈ હોવાનું બહાર આવ્યું છે.

Punjab Ludhiana MP Sanjeev Arora Reached Civil Hospital Information Given Repair work News| Ludhiana MP Sanjeev Arora And Civil Surgeon Jasbir Singh Update | लुधियाना के सिविल अस्पताल पहुंचे सांसद अरोड़ा: बोले-

મનીષ સિસોદિયાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ફરી મોદીજીએ પોતાના તોતા-મૈનાને ખુલ્લા છોડ્યા છે.ઇડીના અધિકારીઓ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાના ઘરે દરોડા પાડયા છે. આપના બધા જ નેતાઓએ દરોડાની ટીકા કરી છે. ફરી વાર દરોડાઓની કાર્યવાહી શરૂ થઈ છે.

Punjab Ludhiana Ed Raids AAP MP Sanjeev Arora And Financier Hemant Sood House News Update Ludhiana Ed Raid Update | पंजाबमधील AAP खासदाराच्या घरावर EDचा छापा: परदेशी व्यवहारांचे कनेक्शन; मनीष ...

છેલ્લા બે વર્ષમાં તેમણે અરવિંદ કેજરીવાલના ઘરે દરોડા પાડ્યા, મારા ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા. ક્યાંયથી કશું ન મળ્યું. પરંતુ તેમ છતાં પૂરી ખિજથી મોદીજીની એજન્સીઓ એક બાદ એક ખોટા કેસ બનાવવામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટીને તોડવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જશે. પરંતુ ગમે તેટલા પ્રયાસ કરી લો આમ આદમી પાર્ટી ના અટકશે, ના વેચાશે, ના ડરશે.

ED raids on Sanjeev Arora and Financier Hemant Sood...

આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હું કાયદાનું પાલન કરનાર નાગરિક છું. સર્ચ ઓપરેશનના કારણો અંગે મને ખબર નથી. એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપીશ અને એ સુનિશ્ચિત કરીશ કે તેમના તમામ સવાલોના જવાબ આપી શકું.

Thepla Junction GIFs on GIPHY - Be Animated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *