વીનેશ ફોગટને પાછળ છોડી ભાજપ આગળ.
આખા દેશમા હરિયાણા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મતગણના ચાલી રહી છે. હરિયાણામાં ૯૦ બેઠકો પર થઈ રહેલી મતગણતરીમાં સવારે ભાજપ પાછળ હતું, ત્યારે હવે ભાજપ ઘણું આગળ ચાલી રહ્યું છે.જ્યારે જે બેઠક પર સૌનું ધ્યાન છે તે જુલાના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વીનેશ ફોગટ પાછળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ અહીંથી યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બધાની નજર રાજ્યની સૌથી હોટ સીટ જુલાના પર છે, જ્યાંથી કોંગ્રેસે ઓલિમ્પિયન વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર લગભગ ૭૫ % મતદાન થયું હતું. ભારતીય જનતા પાર્ટી એ અહીંથી યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. ગત વખતે અમરજીતે ભાજપના ઉમેદવારને હરાવીને આ બેઠક જીતી હતી. આ વર્ષે આ બેઠક પર બમ્પર મતદાન થયું છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર જુલાના સીટ પર અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના યોગેશ કુમારને અત્યાર સુધીમાં ૧૪૩૨૯ વોટ મળ્યા છે. વિનેશ ફોગાટ ૧૨૨૯૦ મતો સાથે બીજા સ્થાને છે. બંને વચ્ચે ૨૦૩૯ મતનો તફાવત છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર ભાજપના યોગેશ કુમારને અત્યાર સુધીમાં ૯૪૦૪ મત મળ્યા છે. વિનેશ ફોગાટ ૨૧૨૮ મતથી પાછળ છે. તેમને અત્યાર સુધીમાં ૭૨૭૬ મત મળ્યા છે. જુલાના બેઠક પરથી કોંગ્રેસના વિનેશ ફોગાટ લગભગ ૨૧૦૦ મતોથી પાછળ છે. ભાજપના યોગેશ કુમારે આગળ ચાલી રહ્યા છે.
ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, શરૂઆતના ટ્રેન્ડમાં વિનેશ ફોગાટ જુલાના સીટ પર માત્ર ૨૧૪ વોટથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં ૪૧૧૪ વોટ મળ્યા છે. જ્યારે બીજેપીના યોગેશ કુમાર ૩૯૦૦ વોટ સાથે બીજા નંબર પર છે. કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ મતગણતરીના પ્રારંભિક વલણોમાં આગળ ચાલી રહ્યા હતા.