આપના ઉમેદવારોની હરિયાણામાં શું દશા થઈ ?

હરિયાણામાં ભાજપની ત્રીજીવાર જોરદાર જીત થઈ છે અને તેના બધા જ પાસા સરખા પડ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ કરેલો પ્રચાર કામ લાગ્યો છે અને વડાપ્રધાન મોદીની રેલીઓ રંગ લાવી છે ત્યારે આમ આદમી પાર્ટી માટે જોરદાર ઝટકો આપ્યો છે.

પૂરા જોશ સાથે અરવિંદ કેજરીવાલે રાજ્યમાં ૮૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પણ તેને સમ ખાવા એક પણ બેઠક મળી નથી અને મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. લોકોને કેજરીવાલ પર હવે ભરોસો રહ્યો નથી તેવું પણ મનાય છે.

Arvind Kejriwal's plea seeking permission to consult his doctor rejected by  Delhi court – India TV

ખાસ વાત એ છે કે દિલ્હી સાથે નિકટતા ધરાવતી બેઠકો પર પણ આપ સાવ નિષ્ફળ રહી છે. એનસીઆર સાથે જોડાયેલી લગભગ બધી બેઠકો પર આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી.

Bjp GIFs | Tenor

ગુડગાંવમાં ભાજપના ઉમેદવારને ૬૮ હજાર વૉટથી જીત મળી તો આપના ઉમેદવાર ડૉક્ટર નિશાંત આનંદને ફક્ત ૨૧૭૭ મત જ મળ્યા છે. ગુરુગ્રામ જિલ્લાની બાદશાહપૂર બેઠક પર ભાજપના ઉમેદવારને ૬૦ હજાર વોટ મળ્યા અને તેઓ જીતી ગયા.

AAP plans to launch massive membership drive in Southern states- The Daily  Episode Network

ફરિદાબાદ બેઠક પર આપના ઉમેદવાર પ્રવેશ મહેતાને ફક્ત ૯૨૬ મત મળ્યા છે. અહીં ભાજપના વિપુલ ગોયલને ૪૮ હજાર મત સાથે વિજય મળ્યો છે. આમ મોટા ભાગની બેઠકો પર આપના ઉમેદવારોનો શરમજનક પરાજય થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *