શેરબજાર આરબીઆઈની મોનેટરી પોલિસીની ઘોષણા પહેલા વધીને ખુલ્યા છે. આજે રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડશે કે નહીં તેના પર બજારની નજર છે.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી આરબીઆઈની મોનેટરી પોલિસીની ઘોષણા પૂર્વ વધીને ખુલ્યા છે. સેન્સેક્સ ૮૧૬૩૪ પાછલા બંધ સામે આજે ૩૦૦ પોઇન્ટ વધીને ૮૧૯૫૪ અને નિફ્ટી પાછલા બંધ ૨૩૦૧૩ સામે બુવધારે ૫૦ પોઇન્ટ વધી ૨૫૦૬૫ ખુલ્યો છે. આજે આરબીઆઈ વ્યાજદર ઘટાડી હોમ લોન ધારકોને રાહત આપે તેવી વ્યાપક ધારણા છે.
આરબીઆઈ ધિરાણ નીતિ જાહેર કરશે
આરબીઆઈ આજની ધિરાણ નીતિ બેઠકમાં વ્યાજદર ઘટાડે તેવી વ્યાપક અપેક્ષા છે. નોંધનિય છે કે, તાજેતરમાં યુએસ ફેડ રિઝર્વ બેંક તરફથી અડધો ટકો વ્યાજદર ઘટાડવામાં આવ્યા બાદ આરબીઆઈ પણ વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા વધી ગઇ છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટવાથી હોમ લોન, કાર લોન સહિત ઘણી લોનના વ્યાજદર ઘટશે.
એશિયન શેરબજાર નરમ
એશિયાના શેરબજારોમાં આજે ઘટાડા તરફી ટ્રેન્ડ્સ હતો. ગિફ્ટ નિફ્ટી, જાપાનનો નિક્કેઇ ૨૨૫ ઇન્ડેક્સ અને સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. જો કે હોંગકોંગ શેરબજાર ૬૫૦ પોઇન્ટ ડાઉન હતો. તેવી જ રીતે જકાર્તા કોમ્પોઝિટ સાધારણ અને શાંઘાઇ કોમ્પોઝિટ ૨૦૦ પોઇન્ટના ઘટાડે ટ્રેડ કરી રહ્યો હતો.