ગુજરાત ના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત, 15 એપ્રિલ સુધી રહેશે લાગુ

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. દૈનિક 2 હજારથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસથી સતત નોંધાઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવામાં આવી છે.

રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂની મુદતમાં 15 દિવસનો વધારો કર્યો છે. 15મી એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ અમલ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ચારેય મહાનગરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ રહે છે. જે આગામી 15 એપ્રિલ સુધી લાગુ રહેશે.

આજે 2,220 નવા કેસ, 10 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં આજે 30માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2220 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 10 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ 5, સુરતમાં 4 અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,05,387 થઇ છે તેમજ મૃત્યુઆંક વધીને 4510 થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *