પીએમ મોદી નો કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ ભાગલા પાડો અને સત્તા મેળવવાની ફોર્મ્યુલા પર કાર્યરત…

Modi warns of Congress' 'hateful conspiracies' ahead of Maharashtra  elections | Latest News India - Hindustan Times

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ભાજપની જીત બાદ આજે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ બુધવારે કહ્યું હતું કે જ્યારે મુસ્લિમોની જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસનું મોં બંધ થઈ જાય છે. પરંતુ જ્યારે હિન્દુ સમાજની વાત આવે છે ત્યારે તે જાતિની ચર્ચા શરૂ કરે છે કારણ કે તે જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજિત થશે તેટલો તેમને લાભ મળશે. વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજને ભડકાવી રાખવા માંગે છે અને ભારતમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં તે આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે. મહારાષ્ટ્રમાં રૂપિયા ૭,૬૦૦ કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓની વિડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યા બાદ તેમના સંબોધનમાં મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યના લોકો સમાજને તોડવાના આ પ્રયાસને નિષ્ફળ બનાવશે.

Demonetisation A Recap

હરિયાણાના દલિત વર્ગે ભાજપને રેકોર્ડ સમર્થન આપ્યું અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ખેડૂતો અને યુવાનોને ઉશ્કેરવામાં કોઈ કસર છોડવામાં આવી નથી પરંતુ હરિયાણાના લોકોએ બતાવ્યું છે કે તેઓ હવે કોંગ્રેસ અને શહેરી નક્સલીઓના નફરતના ષડયંત્રનો ભોગ બનવાના નથી. વડા પ્રધાને કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. કોંગ્રેસની રાજનીતિનો આધાર હિંદુ સમાજને તોડીને પોતાની જીતની ફોર્મ્યુલા બનાવવાનો છે. કોંગ્રેસ ભારતની ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પરંપરાને દબાવી રહી છે, તે સનાતન પરંપરાને દબાવી રહી છે.

કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજીત થશે તેટલો ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિન્દુ સમાજને ભડકાવીને રાખવા માંગે છે, જેથી તે તેના પર રાજકીય રોટલા શેકતી રહી શકે. ભારતમાં જ્યાં પણ ચૂંટણીઓ યોજાય છે, કોંગ્રેસ એક જ ફોર્મ્યુલા લાગુ કરે છે.” વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ, જે હંમેશા ‘ભાગલા પાડો અને સત્તા મેળવો’ના સૂત્રને અનુસરે છે. આજ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ કહ્યું નથી કે આપણા મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ છે. જ્યારે મુસ્લિમ જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ મૌન થઇ જાય છે.

How much black money Congress received from Ambani-Adani?': PM Modi's fresh  salvo at Rahul Gandhi (WATCH)

કોંગ્રેસ સત્તામાં પરત ફરવા માટે એટલી તલપાપડ છે કે તે દરરોજ નફરતની રાજનીતિ કરી રહી છે અને કોંગ્રેસની જૂની પેઢીના નેતાઓ પણ લાચાર છે. તેમણે કહ્યું, કોંગ્રેસ નફરત ફેલાવવાની સૌથી મોટી ફેક્ટરી બનવા જઈ રહી છે, ગાંધીજી આ વાત આઝાદી પછી જ સમજી ગયા હતા. તેથી જ ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસને ભંગ કરી દેવી જોઈએ. કોંગ્રેસ પોતે ખતમ નથી થઈ પરંતુ આજે તે દેશને બરબાદ કરવા તત્પર છે. તેથી આપણે સાવચેત રહેવું પડશે અને મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના લોકો આજે સમાજને તોડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવશે. મહારાષ્ટ્રના લોકોએ સંગઠિત થઈને ભાજપ અને મહાયુતિને મત આપવાનો છે.

Lok Sabha Election: Congress princes see their happiness in Modi's  tears...PM targets Rahul

રાસ-ગરબા | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *