લાયન્સ ક્લબ ઓફ સરખેજ (લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ બ૧) દ્વારા લાયન્સ કવેસ્ટ અભિયાનના ભાગરૂપે સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં ૭૫૦ વિદ્યાર્થીઓ માટે લાયન્સ કવેસ્ટ બુક્સનું વિતરણ સમારોહ યોજવામાં આવ્યું.
લાયન્સ કવેસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન લાયન શ્રી રૂપાબેન શાહ શાઈનિંગ સ્ટાર એવોર્ડ થી સન્માનિત.
આજે લાયન્સ ક્લબ ઓફ સરખેજ (લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨બ૧) દ્વારા ધોરણ ૬ થી ધોરણ ૮ ના બાળકો માટે કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત સાર્વજનિક માધ્યમિક શાળા સરખેજમાં લાયન્સ ક્વેસ્ટ અવેરનેસ ટોક અને બુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં ૭૫૦ થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ અને લાયન્સ ક્લબ ઓફ સરખેજના પ્રેસિડેન્ટ સૂભોજિત સેને આર્શીવચન પાઠવીને બાળકોના ઉત્સાહપૂર્વક અભિવાદન કર્યા હતા.
શાળાના પ્રિન્સિપાલ શ્રી વેદાંગ રાજગુરુ એ પણ બાળકોને સાચા માર્ગદર્શન આપ્યા હતા અને શાળાના બે ટીચર્સ જેમને કે લાયન્સ ક્વેસ્ટ માટે ટ્રેનિંગ લીધા છે એમને પોતાના અભિપ્રાય આપ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ કવેસ્ટના ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન લાયન શ્રી રૂપાબેન શાહ દ્વારા ઉત્સાહપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.