અંતિમ દર્શન માટે NCPA ઓડિટોરિયમાં રખાયો રતન ટાટાનો પાર્થિવ દેહ, ૦૩:૩૦ વાગ્યે નીકળશે અંતિમ યાત્રા.
ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું.
ટાટા ગ્રુપના વડા, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટાનું નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. રતન નવલ ટાટાએ મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. ટાટા સન્સના ચેરમેને તેમના મૃત્યુની પુષ્ટિ કરતું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. હાલમાં જ તેની ખરાબ તબિયત અંગેના સમાચાર આવ્યા હતા, જેને તેણે ખુદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નકારી કાઢ્યા હતા.
અંતિમ દર્શન માટે એનસીપીએ ઓડિટોરિયમાં રખાશે રતન ટાટાનો પાર્થિવ દેહ
રતન ટાટાના પાર્થિવ શરીરને મુંબઈના એનસીપીએ ઓડિટોરિયમાં આજે સવારે ૦૯:૩૦ વાગ્યે લઈ જવામાં આવશે. જ્યાં બપોરે ૦૩:૩૦ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ ૦૩:૩૦ વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. એનસીપીએ ઓડિટોરિયમમાં આજે નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે શ્રી રતન ટાટા જી એક દીર્ઘદૃષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ વ્યક્તિ હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સતત સ્થિર નેતૃત્વ પ્રદાન કર્યું હતું. તેમનું યોગદાન બોર્ડરૂમથી પણ ઘણું આગળ વધી ગયું હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને સુધારવાની અવિરત પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકો વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું.