શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પ્રકાશમાં રાખવામાં આવેલી ખીર ખાવાથી જીવનમાં પોઝિટિવ ઉર્જા અને ખુશીઓ આવે છે. આ વખતે શરદ પૂર્ણિમા ૧૬ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. પરંતુ તે પહેલા કેટલીક મહત્ત્વની જાણકારી લેવી જરુરી છે.
શરદ પૂર્ણિમાના દિવસે આ સાવધાની રાખવી જરુરી
૧. શરદ પૂર્ણિમાના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી અથવા દારૂ બિલકુલ સેવન કરવું જોઈએ નહીં.
૨. આ દિવસે કાળા રંગનો બિલકુલ ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમજ કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. બની શકે તો આ દિવસે ચમકદાર સફેદ કપડાં પહેરો તો તે વધુ સારું રહેશે.
૩. શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં રાખેલી ખીર ખાવી શુભ માનવામાં આવે છે. ખીરને કાચ, માટી કે ચાંદીના વાસણમાં જ રાખો. અન્ય ધાતુઓનો ઉપયોગ કરશો નહીં.
૫. માનસિક અને શારીરિક શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો. શરીર શુદ્ધ અને ખાલી રહેવાથી તમે વધુ સારી રીતે અમૃતની પ્રાપ્તિ કરી શકશો.
૫. શરદ પૂર્ણિમાના દિવસે ઘરમાં કોઈપણ પ્રકારનો ઝઘડો કે આપસમાં કોઈ કલહ કરશો નહીં. આવું કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવા લાગે છે. અને ધીમે ધીમે પરિવારમાં તેની ખરાબ અસર પડે છે.